Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

નર્મદા જિલ્લાના કેવડીયા ગામે ફેન્સીંગની કામગીરી હાથ ધરવામાં આવતા પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ

ઘર્ષણ ટાણે સોશ્યિલ ડિસ્ટન્સીન્ગના ધજાગરા ઉડતા જોવાયા :પોલીસે કેટલાક લોકોની અટકાયત કરી :ઘર્ષણ માં કેવડીયા ગામની મહિલા શારદાબેન તડવીની તબિયત લથડતા રાજપીપળા સીવીલ હોસ્પિટલમાં દાખલ કરાયા

 

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા ગામ ખાતે આજે સરદાર સરોવર નર્મદા નિગમ તથા નાયબ કલેકટર અને વહીવટદાર કચેરીના અધિકારી દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ફેન્સીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી કામગીરીનો ગામ લોકોએ વિરોધ કરતા કે કામગીરી દરમિયાન પોલીસ તથા ગામ લોકો વચ્ચે શાબ્દિક બોલાચાલી બાદ ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.

 સ્ટેચ્યુ ઓફ યુનિટીઆસપાસ પ્રવાસન વિકાસ માટે સરકારે આદિવાસીઓની સંપાદન કરેલી જમીન પર નર્મદા નિગમ તરફ થી સર્વે અને ફૅન્સીન્ગ કામગીરી શરૂ થતા ઘર્ષણ થયું હતું. નર્મદા ડેમ વિસ્તાર ના અસરગ્ગ્રસ્તો ના ચૌદ ગામ ના લોકો નો સરકાર સામે વિરોધ લાંબા સમયથી ચાલી રહ્યો છે ત્યારે સંપાદિત જમીનો અને બિન સંપાદિત જમીન ઉપર પણ ફૅન્સીન્ગ કામગીરી થતી હોય ગ્રામજનો તેનો વિરોધ કરી રહ્યા છે ઉપરાંત લોકડાઉંનમાં ફૅન્સીન્ગ ની મંજૂરી કોના હુકમ થી થાય છે તેની પણ આદિવાસીઓ માંગણી કરી રહ્યા છે.નિગમના અધિકારીઓ મોટા પોલીસ કાફલા સાથે ગામમાં પહોંચી જાય છે અને ઘર્ષણ થાય છે

 ત્યારે સવાલ છે કે હાલ લોકડાઉંનમાં આરોગ્ય સુવિધા પર ધ્યાન આપવાને બદલે સરકારને ફૅન્સીન્ગ કામ ની કેમ ઉતાવળ છે.? અને ઘર્ષણમાં સોશ્યિલ ડિસ્ટન્સીન્ગના પણ ધજાગરા ઉડતા નજરે પડ્યા ત્યારે લોકો પાસે લોકડાઉનના કાયદાનું પાલન કરાવવા સરકાર કેટલાક નિયમો લાગુ કરે છે પરંતુ આવા સમયે કેમ કાયદાનું પાલન જળવાતું નથી..? ઘણા સમય થી ચાલી રહેલી માથાકૂટ નો અંત ક્યારે આવશે અને સરકાર આદિવાસી સાથે વાટાઘાટ ક્યારે કરી સમસ્યા નો ઉકેલ લાવશે તે જોવું રહ્યું.હાલ જાણવા મળ્યા મુજબ ઘર્ષણ બબાલ માં કેટલીક વિરોધ કરતી મહિલાઓ ને પોલીસ ડિટેન કરી જીતનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે લઈ ગઈ હતી જેમાં શારદાબેન તડવી નામની મહિલા ની તબિયત અચાનક લથડતા તેમને હાલ રાજપીપળા સિવિલ માં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.
આદિવાસીઓ ની માંગણીઓ માટે સરકાર તેમની સાથે વાટાઘાટ કેમ નથી કરતી ? પણ એક સવાલ લોકોમાં સંભળાઈ રહ્યો છે.હાલ તો સરકાર અને આદિવાસીઓ વચ્ચે ચાલતા ઘર્ષણ નો અંત કયારે આવશે તે જોવું રહ્યુ.

(1:02 am IST)
  • અમેરીકી સેનેટમાં ચીનમાં રહેતા ઉઇગર મુસલમાનો અંગેનું બીલ પાસ : ચીન સામે અમેરીકા વધુ આક્રમક બન્યુઃ અમેરીકી સેનેટમાં ચીનની વિરૂધ્ધમાં ચીનમાં ઉઇગર મુસલમાનો સાથે જોડાયેલુ બિલ પાસઃ ચીનમાં ઉઇગરોની અટકાયત રોકવાનું બીલ પાસઃ ચીનમાં ૧ કરોડથી વધુ ઉઇગરો મુસલમાન રહે છે. access_time 2:49 pm IST

  • પાટનગરમાં પીએમઓ કાર્યાલય લોકડાઉન - ૫ અંગે છેલ્લી ઘડીની મંત્રણાઓ કરી રહેલ છે : દેશભરમાંથી વિગતો મેળવાઈ રહી છેઃ પીએમઓ હાઉસના વગદાર વર્તુળો જણાવે છે કે છેલ્લા ૧૨ દિવસમાં દેશમાં ઝડપભેર કોરોના પોઝીટીવ કેસોમાં વધારો થતા આવતા ત્રણ દિવસ મહત્વના રહેશે અને તમામ રાજયો સાથે ચર્ચા ચાલુ છેઃ અંતિમ નિર્ણય આ ચર્ચાના આધારે લેવામાં આવશેઃ અત્યારે તો ૧૩ થી ૧૫ મોટા શહેરોમાં અચૂક સજ્જડ લોકડાઉન આવી રહ્યાના નિર્દેશો મળે છે access_time 11:26 am IST

  • ભારતમાં કોરોનાનો ભરડો : સંક્રમિતની સંખ્યામાં ઝડપી ઉછાળો :છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 7270 કેસ વધ્યા: રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 1, 58,086 કેસ નોંધાયા : 85,792 એક્ટિવ કેસ :67,749 દર્દીઓ રિકવર થયા :વધુ 187 દર્દીના મોત સાથે કુલ મૃત્યુઆંક 4534 થયો : મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા 2190 કેસ સાથે કુલ સંક્રમિતની સંખ્યા 54,758 થઇ : તામિલનાડુમાં નવા 817 કેસ :દિલ્હીમાં 792 નવા કેસ નોંધાયા access_time 1:04 am IST