Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

અમદાવાદ મ્યુનિ ,વિસ્તારોમાં કોરોના મહામારી માટે શરૂ કરાયેલો ધનવન્તરી રથ ફાયદાકારક

પરિણામલક્ષી કામગીરી માટે જાણીતા ડૉ.રાજીવકુમાર ગુપ્તાના માર્ગદર્શન હેઠળ સફળ કામગીરી

 

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:અમદાવાદ મ્યુનિસિપલ વિસ્તારોમાં કોરોના મહામારીને નાથવા માટે સરકારે અમદાવાદના વકરતા જતા કોરોનાને કાબુમાં લેવા માટે અધિક મુખ્ય સચિવ ડૉ.રાજીવકુમાર ગુપ્તા કે જેઓ પરિણામલક્ષી કામગીરી માટે જાણીતા છે તેમના માર્ગદર્શન હેઠળ અમદાવાદ મ્યુનસિપલ કમિશ્નર મુકેશ કુમાર દ્વારા આખું આયોજન કરવામાં આવ્યું જેથી ધનવન્તરી રથ 'શરૂ કર્યો જેમાં ડોકટર, પેરામેડીકલ સ્ટાફ. ફાર્માસીસ્ટ ની સેવાઓ ઉપલબ્ધ હોય તે પુરી પાડવામાં આવેલ છે.ધનવન્તરી રથને આયોજન બધ્ધ રીતે પ્રથમ તબકકે અમદાવાદ શહેરના ૧૪ કન્ટેઇન્ટમેન્ટ વોર્ડમાં પ્રથમ તબકકે મુકવામાં આવેલ.

 પ્રથમ તબકકામાં 0 ધનવન્તરી રથ દ્વારા પ્રત્યેક સ્થળે બે કલાક એમ એક રથ દ્વારા રોજના ચાર સ્થળ કવર કરી કુલ ર૦૦ વિવિધ લોકેશન પર સેવા આપવાનું શરૂ કર્યું. રથનો લાભ લોકો વિશાળ સંખ્યામાં લઇ રહેલ છે. ક્રમશઃ ધનવન્તરી રથની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો અને હાલ ૮૪ ધનવન્તરી રથ કુલ ૩૩2 જગ્યાએ પોતાની સેવાઓ અમદાવાદ મ્યુનિ સિપલ વિસ્તારમાં આપી રહેલ છે.ધનવન્તરી રથ મારફતે તેની મુલાકાત વખતે તમામ દર્દીઓનું ટેમ્પરેચર પણ માપવામાં આવે છે અને હીસ્ટ્રી લઇ ૪૦ વર્ષથી ઉપરના તમામ દર્દીઓના બ્લડ સુગર પણ લેવામાં આવે છે.જેથી ડાયાબીટીસના દર્દીઓની સત્વરે સારવાર કરીકોમોર્બીડ-કેસ થતા અટકાવી દેવામાં આવે છે.

 ધનવન્તરી રથની મુલાકાતે આવનાર મુલાકાતીમાં જરૂર જણાય તો ઓકસીમીટર"નો ઉપયોગ કરી ઓકસીજન પણ માપવામાં આવે છે. રથ ઉપરથી પ્રત્યેક દર્દીને જરૂરીયાત મુજબ એલોપેથી દવાઓ જેવી કે પેરાસીટામોલ,સેટ્રીજીન,એજીથોમાયસીન જેવી દવાઓ ઉપરાંત આયુષ હેઠળની દવાઓ સંશમની વટી, હોમીયોપેથીક દવાઓ દરેક દર્દીને આપી તેમની રોગ પ્રતિ કારક શક્તિ વધારવા આવે છે તથા તા.૧૭--ર૦ના સરેરાશ પેશન્ટની સામે અંદાજે ૧૦ ટકા કેસ તાવના અને અંદાજે ૩ર ટકા કેસ શરદી અને કફ સાથેના તથા અંદાજે o. ટકા સીવીયર રેસપીરેટરી ટ્રેક ઇન્ડેશનના કેસ આવતા હતા જેમાં ધનવન્તરી રથની સતત સાતત્યપૂર્ણ દવાઓ અને સારવાર ના પરીણામે તાવના કેસમાં ટકા જેટલો ઘટાડો થયેલ છે. તથા શરદી અને કફના કેસમાં ૧૬ ટકા જેટલા દર્દીઓનો ઘટાડો થયેલ છે.જયારે સીવીયર રેસપીરેટરી ટ્રેક ઇન્વેશનની ફરીયાદ ધરાવતા પેશન્ટના પ્રમાણમાં ખૂબ મોટો ઘટાડો થતાં હવે નહીવત જેટલું પ્રમાણ રહેલ છે.

 ધનવન્તરી રથ મારફતને અત્યાર સુધીમાં સરેરાશ 74 હજારથી પણ વધુ લોકોએ લાભ લીધો છે.જેના પરીણામે છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદ સીવીલ હોસ્પિટલ અને એસ.વી.પી. હોસ્પિટલમાં કોરોના .પી.ડી.માં દર્દીઓનો ધટાડો જોવા મળેલ છે

(1:00 am IST)
  • દેશના મ્યુનીસીપલ કમિશ્નરોના અભિપ્રાય મેળવતી મોદી સરકાર : પ્રથમ વખત લોકડાઉન -૪ પુરૂ થયા પહેલા કેન્દ્રીય કેબીનેટ સચીવે દેશના મોટા શહેરોના મ્યુનીસીપલ કમિશ્નરો સાથે વાતચીત કરી હતી. નવા લોકડાઉન-૫ની રૂપરેખાને આખરી ઓપ અપાઇ રહયો છે. access_time 11:29 am IST

  • હિમાચલ પ્રદેશમાં PPE કૌભાંડ મામલે બીજેપી પ્રદેશ અધ્યક્ષનું રાજીનામું : નૈતિકતાના આધાર ઉપર રાજીનામું આપ્યું : મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ પણ આવી હિંમત દેખાડે : કોંગ્રેસ અગ્રણી દિગ્વિજય સિંહના ટ્વીટથી ભાજપ આગેવાનો ખફા : તમે પણ રેત અને શરાબ માફિયાઓ સાથે જોડાયેલા છો : એકબીજા ઉપર કાદવ ઉછળવાનુ શરૂ access_time 5:26 pm IST

  • વિમાનો ઉડવા લાગશે : ૩૧ મે થી સાઉદી અરેબીયામાં આંતરિક વિમાન ઉડ્ડયન શરૂ થઇ જશે access_time 4:53 pm IST