Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

અમારો શું વાંક ? સુરતની ઘટના બાદ માસુમ ભુલકાઓની હૃદયસ્‍પર્શી રજૂઆત

સુરત :સુરતમાં સરથાણા આગકાંડનો મામલો, ઘટના બાદ જવાબદાર મામલે આક્ષેપ-પ્રતિઆક્ષેપ થઈ રહ્યા છે. કોઈ કહે છે ફાયર બ્રિગેડનો વાંક છે, તો કહે છે મનપાનો વાંક છે, તો કોઈ તંત્રનો વાંક કાઢે છે. પણ, આ બધામાં 22 જિંદગી તો હોમાઈ ગઈ છે. ત્યારે સુરતના કેટલાક ભૂલકાઓ આ મામલે દેખાવ કરીને કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા.

સુરતના બાળકોએ વિરોધ કાર્ડ બનાવીને પ્રદર્શિત કર્યું હતું. ‘અમારો શુ વાંક’ના લખાણ સાથે બાળકો કલેક્ટર ઓફિસ પહોંચતા સુરતમાં આ પ્રદર્શન ચર્ચામાં આવ્યું.

બાળકો સાથે કેટલાક વાલીઓ પણ જોડાયા હતા. બાળકોએ એટલા હૃદયસ્પર્શી લખાણ લખ્યા હતા કે, જોઈને ગળગળા થઈ જવાય.    

ઉલ્લેખનીય છે કે, સુરત તક્ષશીલા આગ દુર્ઘટના મામલે ધારાસભ્ય હર્ષ સંઘવીએ મનપાને લખ્યો છે. તેમણે મનપા પાસેથી ઓપરેશન અને મેઇન્ટેન્સની કામગીરી ચકાસવા માંગ કરી છે. તેમજ જો મેઇન્ટેન્સની કામગીરી ન થતી હોય તો પગલાં લેવાની પણ માંગ કરી છે.

(5:33 pm IST)