Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

રાજ્યમાં ગયા વર્ષે 112 ટકા વરસાદ પડ્યો છતાં જળસંકટ :હજારો ગામોમાં પીવાના પાણીની તંગી

સરકારના અણધડ વહીવટને કારણે ખેડૂતોને સિંચાઈ માટે આજીજી કરવી પડે અને બહેનોને 10 કી,મી, ચાલીને પાણી ભરવું પડે છે

 

અમદાવાદ :ગયા વર્ષે રાજ્યમાં ૧૧૨ ટકા વરસાદ પડયો છતાં સરકારના અણઘડ વહીવટ તેમજ આયોજનના અભાવે હજાર ગામોમાં પીવાના પાણીની તંગી સર્જાઈ છે. રાજ્ય સરકાર જો એમ કહેતી હોય કે પાણી વ્યવસ્થાપન અને વિતરણનો ખર્ચ મોંઘો પડે છે તો તે જળ વિતરણ, જળ સંચય અને જળ પ્રબંધન ક્ષેત્રની નિષ્ફળતાનું સ્વીકારનામું છે તેમ ગુજરાત કોંગ્રેસે જણાવ્યું છે.

  ગુજરાત કોંગ્રેસે જણાવ્યું છે કે, રાજ્યના હજાર ગામોમાં પીવાના પાણીની તંગી છે, ખેડૂતોને સિંચાઈના પાણી માટે આજીજી કરવી પડે છે. ભાજપ સરકારના કારણે નાગરિકોને જળસંકટનો સામનો કરી રહ્યા છે.

   સરકારે ૧૬ હજાર કરોડનો કેપિટલ ખર્ચ માત્ર પાણી પુરવઠા પાછળ કર્યો છે. છેલ્લાં વર્ષમાં જુદી જુદી પાણીની યોજના પાછળ ૫૦ હજાર કરોડથી વધુની જાહેરાતો કરાઈ છે, કરોડોના ખર્ચ પછીયે બહેનોને અનેક વિસ્તારોમાં ૧૦ કિ.મી. જેટલું ચાલીને પાણી ભરવા જવું પડે છે. સરકારની ગુનાઈત બેદરકારીના કારણે આજે ટેન્કર રાજની સ્થિતિ છે, પાણી માફિયાઓ કરોડોનો વેપાર કરી રહ્યા છે.    આયોજન પંચ તેમજ કેગે કહ્યું હતું કે, સમાંતર રીતે કેનાલનું કામ થયું હોવાથી ખેડૂતોને પાણી મળતું નથી, દર સિઝનમાં ખેડૂતોને ૧૮૦૦ કરોડથી વધુનું નુકસાન થઈ રહ્યું છે.

(11:33 pm IST)