Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

ધોરણ-10નું સુરત જિલ્લાનું સૌથી વધુ 80,06 ટકા પરિણામ ;સૌથી ઓછું દાહોદ જિલ્લાનું 37,35 ટકા

 

અમદાવાદ :માર્ચ 2018માં ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ થોડું આંચકાજનક આવ્યું છે. વખતે સુરત જિલ્લાનું સૌથી વધુ 80.06 ટકા પરિણામ આવ્યું છે, જ્યારે દાહોદ જિલ્લાનું સૌથી ઓછું 37.35 ટકા પરિણામ આવ્યું છે. 100 ટકા પરિણામ લાવનારી શાળાઓની સંખ્યા પણ વખતે ઘટી છે. ગત વર્ષે 451 સ્કૂલોનું 100 ટકા પરિણામ આવ્યું હતું, જ્યારે વખતે સંખ્યા 368 રહી છે

(9:35 pm IST)