Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

અમદાવાદમાં અેટીઅેસના પીઅેસઆઇના ઘરે જ તસ્‍કરો ત્રાટક્યાઃ દોઢ લાખના મુદ્દામાલની ચોરી

અમદાવાદઃ અમદાવાદના મેઘાણીનગરમાં રહેતા ATS (Anti-Terrorism Squad)ના પોલીસ સબ ઈન્સ્પેક્ટરના ઘરે ચોરીની ઘટના બની છે. રાત-દિવસ ધમધમતા રહેતા મેઘાણીનગરમાં તસ્કરોએ કોઈ જાતની ચિંતા વગર પોલીસના ઘરને નિશાન બનાવ્યું અને દોઢ લાખનો મુદ્દામાલ લઈને પલાયન થઈ ગયા.

ચોરને પકડતા પોલીસના ઘરે જ ચોરીની ઘટના બનતા આસપાસના લોકોને મોટો આંચકો લાગ્યો છે. તસ્કરોએ એટલી સિફસ્ત પૂર્વક પોતાનું કામ પૂરું કર્યું કે આસપાસમાં કોઈને ખ્યાલ પણ ન આવ્યો. 1 લાખ 50 હજારના મુદ્દામાલમાં કિંમતી વસ્તુઓનો સમાવેશ થાય છે.

આ અંગેની વધુ માહિતી પોલીસ તપાસ બાદ સામે આવશે. આ કિસ્સામાં પોલીસના નાકનો સવાલ છે ત્યારે આરોપીઓને ઝડપી પાડવા માટે સખત પ્રયાસ કરવામાં આવશે તેમ માનવામાં આવી રહ્યું છે.

 

(8:40 pm IST)