Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

ગાંધીનગર શહેર નજીક પોલીસે મકાનમાં દરોડા પાડી 87 બોટલ દારૂનો જથ્થો ઝડપ્યો

ગાંધીનગર: શહેર તેમજ જિલ્લામાં હાલ દેશી વિદેશી દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે પેથાપુર પોલીસે બાતમીના આધારે પેથાપુર મહુડી રોડ ઉપર આવેલા મકાનમાં દરોડો પાડીને વિદેી દારૃની ૮૭ બોટલ સાથે એક આરોપીને ઝડપી લીધો હતો અને ૨૬૭૦૦નો મુદ્દામાલ કબ્જે કરી દારૃ મોકલનાર મહેસાણાના બુટલેગરની શોધખોળ શરૃ કરી છે. રાજયમાં આમ તો દારૃબંધી છે પરંતુ બોર્ડરો ઉપરથી મોટા પ્રમાણમાં વિદેશી દારૃનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હોય છે જેને પકડવા માટે જિલ્લા પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવતી હોય છે ત્યારે પેથાપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી.આર.રાવળ અને તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન હે.કો.હરેન્દ્રસિંહને બાતમી મળી હતી કે પેથાપુર મહુડી રોડ ઉપર રહેતા નટવરસિંહ રતનસિંહ વાઘેલાના ઘરે વિદેશી દારૃનો જથ્થો પડેલો છે. જે બાતમીના આધારે આ પોલીસ ટીમે દરોડો પાડતાં તેના ઘરમાંથી વિદેશી દારૃની અલગ અલગ ૮૭ નંગ બોટલ મળી આવી હતી અને પોલીસે નટવરસિંહ વાઘેલાને ઝડપી લીધો હતો.આ વિદેશી દારૃ મહેસાણાના પઢારીયા ખાતે રહેતા કુલદિપસિંહ દીલીપસિંહ નામના વ્યક્તિએ આપ્યો હોવાનું બહાર આવતા પોલીસે તેની શોધખોળ શરૃ કરી છે.
 

(5:10 pm IST)