Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

વડોદરામાં 13 વર્ષીય પુત્રી સાથે સાવકા પિતાએ શારીરિક અડપલાં કર્યા

વડોદરા: ૧૩ વર્ષની પુત્રી સાથે સાવકા પિતા દ્વારા શારીરિક અડચણ કરવામાં આવતા હતા તેમજ અશ્લીલ વિડીયો ક્લીપ પણ બતાવવામાં આવતી હતી. જે અંગે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. આ અંગેની વિગત એવી છે કે, વાઘોડિયા તાલુકાના એક ગામમાં રહેતી પરિણીતાના પતિનું અકસ્માતમાં મોત નિપજ્યું હતું. તે સમયે પરિણીતા સગર્ભા હતી અને એક બાળકીને જન્મ આપ્યો હતો. પુત્રી ત્રણ વર્ષની થઇ ત્યારે મહિલાએ મૂળ ડભોઇ તાલુકાના એક ગામમાં રહેતા અને હાલ વાઘોડિયા રોડની એક સોસાયટીમાં રહેતા સંજય (નામ બદલ્યું છે) સાથે પ્રેમલગ્ન કર્યા હતાં. સંજયે પ્રથમ પત્નીને છૂટાછેડા આપ્યા હતાં. પ્રથમ પત્ની થકી થયેલો પુત્ર પણ તેની સાથે જ રહેતો હતો. તાજેતરમાં તા.૨જી મેના રોજ સંજય સાથે પ્રેમલગ્ન કરનાર મહિલાએ ગળાફાંસો ખાઇને આપઘાત કરતા તેની ૧૩ વર્ષની વયની પૂત્રી દાદાના ઘરે મોસાળમાં રહેવા આવી હતી. એક દિવસ કિશોરીએ તેની માસીને રડતા રડતા કહ્યું કે, હું પાંચમાં ધોરણમાં ભણતી હતી ત્યારથી મારા પિતાજી મારી સાથે શારીરિક અડપલા કરતા હતાં.
 

(5:09 pm IST)