Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

વાસદ-અડાસ રોડ પર પુરપાટ ઝડપે જતી કાર-ડમ્પર સાથે અથડાતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં 6 મોતને ભેટ્યા

આણંદ: જિલ્લાના વાસદ તાબે અડાસ રોડ પર એક ગમખ્વાર વાહન અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક પુરપાટે જતી ડમ્ફર અને સામેથી આવતી એક કાર એકબીજા સામે અથડાયા હતા. આ બંન્ને વાહનોમાં કારનો ડમ્ફર નીચે ઘુસી જતા કૂરચેકૂરચા ઉડયા હતા. જ્યારે આ કારમાં બેઠેલ પરીવારમાંથી ત્રણ મહિલાઓ, બે પુરુષો અને એક બાળક મળી કુલ ૬ વ્યક્તિઓના મોત થયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.આ ઘટનામાં વાસદ અને આણંદની પોલીસ સહિત ૧૦૮નો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. ભરૃચ પાસે ઝાડેશ્વર ગામમાં રહેતા પરિવાર અકસ્માતનો ભોગ બન્યો છે. આ ઘટનામાં પ્રાપ્ત માહિતી મુજબ વાસદ-અડાસ રોડ પર આવેલ એક પેટ્રોલ પંપ પાસે એક ગમખ્વાર વાહન અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક ડમ્ફર અને કાર વચ્ચે ધડાકાભેર ટક્કર થઈ હતી. રવિવારે બપોરના સુમારે એક ગોધરા પાસીંગની કાર સામેથી આવતા ડમ્ફરનં જીજે ૨૩ વાય ૯૧૨૬ નીચે ઘુસી જતા થોડા સમય સુધી વાહન વ્યવહાર અટક્યો હતો.જ્યારે ઘટનાની જાણ વિજળી વેગે વાસદ અને આણંદ પોલીસને થતા કાફલો સ્થળ પર દોડયો હતો.
 

(5:07 pm IST)