Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

એલસીબી ખેડા પોલીસે નડિયાદમાં દરોડા પાડી 6 જુગારીઓને રંગે હાથે ઝડપ્યા

ખેડા:એલસીબી ખેડા પોલીસે આજે બપોરે નડિયાદ ખેતા તળાવ વિસ્તારમાં દરોડો પાડી જુગાર રમતા છ ઈસમોને ઝડપી પાડ્યા હતાં. પોલીસે રોકડા રૂ. ૧૪૪૯૦ તથા જુગાર રમવાના સાધનો કબજે કરીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.
એલસીબી ખેડા પોલીસે મળેલ માહિતી આધારે આજે બપોરે દોઢ વાગ્યાના સુમારે નડિયાદ ખેતા તળાવ રોડ અ-ાર કુરીયર સર્વીસની દુકાનમાં ચાલતા જુગારધામ ઉપર દરોડો પાડ્યો હતો. આ રેઈડ દરમ્યાન હારજીતનો પત્તા પાનાનો જુગાર રમતા છ ઈસમો ઝડપાઈ ગયા હતા.
જેમાં જગદીશભાઈ પ્રહલાદભાઈ પટેલ, જીતુભાઈ કનુભાઈ પારેખ, પરેશભાઈ છગનભાઈ ચુડાસમા, અશોકભાઈ શંકરભાઈ પંજાબી, રશ્મીકાંત વિનુભાઈ પટેલ તથા હિતેષ દિનેશભાઈ પટેલ (તમામ રે. નડિયાદ)નો સમાવેશ થાય છે. પોલીસે દાવ ઉપર લગાવેલ રૂ. ૨૬૭૦ તથા અંગ જડતીમાં રૂ. ૧૧૮૨૦ મળી કુલ રૂ. ૧૪૪૯૦ તથા જુગાર રમવાના સાધનો કબજે કર્યા હતા.

(5:06 pm IST)