Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

શત્રુડા-વાંટા રોડ પર બાઇકને ટક્કરે રાહદારી મહિલા ઈજાગ્રસ્ત

મહેમદાવાદ:તાલુકાના શત્રૂંડા-વાંટા નગરરોડ ઉપર ગત રાત્રે રાહદારી મહિલાને બાઈકે ટક્કર મારતા ઈજા થઈ હતી. આ અકસ્માત સર્જી બાઈક ચાલક નાસી ગયો હતો.

પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ મહેમદાવાદ તાલુકાના શત્રુંડામાં રહેતા લ-મીબેન ગોતાભાઈ ડાભી ગત તા. ૨૫-૫-૧૮ની રાત્રે શત્રુંડા વાંટા નગર રોડ ઉપર સાઈડ ઉપર ચાલતા જતા હતા ત્યારે પૂરઝડપે પસાર થતા મોટરસાયકલ નં. જીજે ૦૭ બીએલ ૧૫૪૮એ ટક્કર મારતા લ-મીબેન ડાભીને રોડ ઉપર ફંગોળાઈ જતા માથામાં ઈજા થઈ હતી. આ અકસ્માત સર્જી બાઈક ચાલક નાસી ગયો હતો. આ બનાવ અંગે નટુભાઈ ગોતાભાઈ ડાભીની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
આ ઉપરાંત નડિયાદ મંજીપુરા ચોકડી નજીક આજે બપોરે ટેન્કર નં. જીજે ૧ યુયુ ૯૯૩૨ અને ગાડી નં. જીજે ૨૩ બીડી ૦૯૩૨ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત સર્જાતા બે જણાને ઈજા થઈ હતી. આ ઈજા ગ્રસ્તોને એમ્બ્યુલન્સમાં સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જતા હતા ત્યારે એમ્બ્યુલન્સને બાલકનજીબારી પાસે અકસ્માત સર્જાતા ઈજાગ્રસ્તોને બીજી એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં. જોકે આ બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસમાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી.

(5:06 pm IST)