Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

પેટલાદ તાલુકાના સંજાયામાંથી લગ્ન કરવાની લાલચ આપી સગીરાને ભગાડી જનાર શખ્સ પોલીસના સકંજામાં

પેટલાદ:તાલુકાના સંજાયા ગામેથી એક વર્ષ પહેલાં એક સગીરાને લગ્ન કરવાની લાલચ આપીને ભગાડી જનાર શખ્સને આણંદના પેરોલ ફર્લો સ્ક્વોડે બોરસદ ચોકડીએથી ઝડપી પાડીને વધુ તપાસ અર્થે મહેળાવ પોલીસના હવાલે કર્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ જિલ્લામા નાશતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની ઝુંબેશ ચલાવી રહેલા પેરોલ ફર્લો સ્ક્વોડને હકિકત મળી હતી કે, મહેળાવના અપહરણના ગુનામા સંડોવાયેલો બાબુભાઈ ચંદુભાઈ પરમાર (રે. સંજાયા, રામદેવજી મંદિર પાસે, સરદાર કોલોની)બોરસદ ચોકડીએ આવનાર છે. જેથી પોલીસે ગુપ્ત રીતે વોચ ગોઠવી દીધી હતી. દરમ્યાન બાબુભાઈ પરમાર આવી ચઢતાં પોલીસે તેને કોર્ડન કરીને ઝડપી પાડીને વધુ તપાસ અર્થે મહેળાવ પોલીસને સુપરત કર્યો હતો.

(5:05 pm IST)