Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

સુરત-કીમચાર રસ્તાની દરગાહ ઉપરથી બબન ભીમા ઝડપાઇ ગયો

૮ અને ૧૧ વર્ષની બે બહેનો ધ્રુસકે-ધુ્રસકે રડવા લાગી! અને બલી ચડાવતા પહેલા ઉગરી ગઇ?

સુરત, તા.૨૮: માંગરોળ તાલુકાનાં સુપ્રસિધ્ધ મખદુમ શહિદબાબાની દરગાહ ઉપર ગરીબો માટે ચાલી રહેલા ભોજન દરમ્યાન બે બાળકીઓ ધ્રુસ્કે ધ્રુસ્કે રડી રહી હતી. તે સમયે ગામના યુવા સામાજિક કાર્યકર ઇમરાન શાહની તેમના પર નજર પડતાં તેમની પૂછપરછ કરી હતી. આ બંનેએ તેમના નામ સંજના ચંપારામ ઠાકરે ઉ.વ ૧૧ તેમજ યોગીતા ચંપારામ ઠાકરે ઉ.વ ૮ હોવાનું જણાવ્યું હતું તેમજ એક ઇસમ તેમને અપહરણ કરીને પાંચ દિવસથી લાવ્યો હોવાનું કહેતા પહેલા તો લોકોએ એ ઇસમને ઝડપી લીધો હતો. તેની પૂછપરછમાં તેણે તેનું નામ બબન ભીમા પાવરા હોવાનું જણાવ્યું હતું. તેણે ૨૯મી તારીખે પૂનમના દિવસે આ બંને બહેનોની બલી ચઢાવવાની વાત કબૂલી હતી. જોકે તે તેના બદઇરાદામાં સફળ થાય તે પહેલાં જ તેનો ભાંડો ફૂટી ગયો હતો. બાળકીઓ પાસેથી મળેલા મોબાઇલ નંબરના આધારે તેમના પિતાનો તેમજ નંદુરબાર આઇજીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. નંદુરબાર આઇજીની સૂચના મુજબ બંને બાળકી અને અપહરણકર્તાને કોસંબા પોલીસને સોંપી દેવામાં આવ્યા હતા.

(4:10 pm IST)