Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

H & M સ્ટોરનું અમદાવાદમાં આગમન

અમદાવાદઃ બોલીવુડનો યુવાન સ્ટાર્સ કાર્તિક આર્યન અને ડાયાના પેન્ટી અમદાવાદમાં ઇસ્કોન એમ્પોરીયા ખાતે  H & Mના પ્રથમ સ્ટોરના ઉદ્ઘાટન સમારંભમાં જોડાયા હતા આશરે ૮૦૦ શોપર્સ અને ફેશન ચાહકો એ સ્ટોરના નવા કલેકશનનો લાભ લેવા માટે કતાર લગાવી  હતી.  H & Mના મેન્સ કલેકશનમાં પ્રિન્ટેડ ટીશર્ટની સાથે શર્ટની પેરના પોષાકમાં આવેલા કાર્તિક આયર્ને જણાવ્યું કે '' મારા માટે આ એક ખાસ સાંજ છે. અમદાવાદમાં  H & M સ્ટોરના ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપતાં હુ રોમાંચ અનુભવું છું સ્ટોરના ઇન્સપાયરીંગ કલેકશનથી શહેરના ફેશન લવર્સને પસંદગીના વસ્ત્રો ઉપલબ્ધ થશે તેમ H & M ના કન્ટ્રી મેનેજર  જેન ઇલોનીયાએ જણાવ્યું હતું.

(4:10 pm IST)