Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

હોમગાર્ડ - ટીઆરબી જવાનોએ લઘરવઘર રહેવું નહિ

નેમપ્લેટ - સ્વચ્છ યુનિફોર્મ ફરજીયાત વાહન ચાલકોને રોકવાન નહિઃ દસ્તાવેજો ચેક કરવા નહિ

અમદાવાદ તા. ૨૮ : ટ્રાફિકનું નિયમન કરતા ટીઆરબી અને ટ્રાફિક હોમગાર્ડએ નેમપ્લેટ, સ્વચ્છ યુનિફોર્મ પહેરવા અને વાહન ચાલકોને ન રોકવા તેમજ દસ્તાવેજ ચેક ન કરવા ટ્રાફિક શાખાના સંયુકત પોલીસ કમિશ્નરે પરિપત્ર બહાર પાડયો છે.

ટ્રાફિક પોઇન્ટ પર ફરજ બજાવતા ટીઆરબી જવાનો અને હોમગાર્ડ નેમપ્લેટ લગાવતા નથી અને લઘર-વઘર કપડાઓમાં પોતાની ફરજ પર હાજર હોય છે તેમજ વાહન ચાલકોને રોકીને દંડ વસૂલે છે. આ તમામ બાબતો ટ્રાફિક શાખાના સંયુકત પોલીસ કમિશ્નરને નજરે પડતા તેમણે એક પરિપત્ર જાહેર કર્યો છે.

જો કોઇપણ ટીઆરબી જવાન કે હોમગાર્ડ પરિપત્રનો ભંગ કરશે. તો તેના સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

(4:05 pm IST)