Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

જૂનના મધ્યભાગ સુધી અમદાવાદના આકાશમાં નરી આંખે જોઈ શકાશે ચાર ગ્રહો; કઈ રીતે નિહાળશો ?: વાંચો ફટાફટ

અમદાવાદ:જૂનના મધ્યભાગ સુધી અમદાવાદના આકાશમાં નરી આંખે ચાર ગ્રહો જોઈ શકાશે સરળતાથી જોઈ શકાતાં 5માંથી 4 ગ્રહો અત્યારે નરી આંખે અમદાવાદના આકાશમાં જોઈ શકાય છે. વિશેષજ્ઞોનનું કહેવું છે કે જૂનના મધ્ય ભાગ સુધી આ પ્રકારે ગ્રહો જોઈ શકાશે. સૂર્યાસ્ત પછી પશ્ચિમ તરફ વાયવ્ય દિશામાં શુક્રનો ગ્રહ જોઈ શકાય છે. જ્યારે રાત્રે 10 વાગ્યાથી ગુરુ, શનિ અને મંગળનો તારો આકાશમાં નરી આંખે દેખાય છે.

  શહેરના વૈજ્ઞાનિક ધનંજય રાવલે કહ્યું કે, “ગ્રહોને ઓળખવા માટે ચંદ્રનો સહારો લેવો. ચંદ્રની જમણી બાજુ નીચેની તરફ જે ચમકતો તારો છે તે ગુરુનો ગ્રહ છે. શનિ અને મંગળ ગ્રહને ઓળખવા માટે કુશળતા જરૂરી છે. જો કે મોબાઈલ એપ્લિકેશનની મદદ લઈ શકો છો. બંને ગ્રહો પૂર્વ તરફની ક્ષિતિજો પર ગુરુથી લગભગ સરખા અંતરે જોવા મળશે. શનિનો ગ્રહ પીળાશ પડતો દેખાશે તો મંગળનો લાલ રંગ નરી આંખે પણ જોઈ શકાશે.”

   રાવલના મતે, “ચોમાસા પહેલાં આકાશ સ્વચ્છ છે અને ખગોળદર્શન માટે આ સમય સારો છે. શક્તિશાળી બાઈનોક્યુલર્સ કે નાના ટેલિસ્કોપની મદદથી શનિ અને ગુરુના કેટલાંક લક્ષણો પણ જોઈ શકાશે. જેમકે ગુરુનો ઉપગ્રહ જોઈ શકાય છે.

(1:32 pm IST)