Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

ગંદા પાણીને ચોખ્‍ખુ કરી ફરી ઉપયોગ, સરકારની નવી રીસાઇકલીંગ પોલીસી

વડોદરા, તા.૨૮: વડોદરાના છાણી ખાતેના જળસંચય કાર્યક્રમમાં મુખ્‍યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્‍યું હતું કે, ‘ડ્રેનેજના પાણી પર પ્રોસેસ કરીને વડોદરા મ્‍યુનિ.કોર્પોરેશન તે પાણીને બીજા ઉપયોગમાં લઇ રહ્યું છે. જે બદલ હું વડોદરાને અભિનંદન આપું છું. એટલુ નહીં, રાજયમાં જળસંચય-જળસંગ્રહની ક્ષમતા વધારવા માટે રાજય સરકાર પણ સોમવારે રાજય માટે વોટર રીસાઇકલીંગ પોલિસી બહાર પાડશે. જેના દ્વારા ગટરના ગંદા પાણીને શુદ્વ કરીને ખેતી, ઉદ્યોગો અને બાંધકામ ક્ષેત્રે ઉપયોગમાં લેવાશે.'

વિજય રૂપાણીએ ઉમેર્યુ હતું કે, દરિયાના ખારા પાણીને મીઠું કરવા માટે ઇઝરાયલની જેમ ગુજરાતમાં પણ જોડીયા ખાતે રૂ.૭૦૦ કરોડના ખર્ચે ડીસેલીનેશન પ્‍લોટ નિર્માણ થતાં રોજનુ ૧૦ કરોડ લિટર પીવાનુ શુધ્‍ધ પાણી મળશે. આગામી સમયમાં ભરૂચના દહેજ તેમજ કચ્‍છમાં દરિયાનું ખારૂ પાણી મીઠુ કરવા ડી સેલીનેશન પ્‍લાન્‍ટ સ્‍થાપવામાં આવશે. સુજલામ સુફલામ જળઅભિયાન જન સહયોગથી ભારતનુ સૌથી મોટુ જળઅભિયાન બન્‍યુ છે. જેનુ સમગ્ર રાષ્‍ટ્રમાં ગુજરાત નેતૃત્‍વ લઇ દેશને નવી દિશા ચીંધી છે. સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ સમગ્ર રાજયમાં ૧૩ હજાર તળાવો ઊંડા કરવા. પપ૦૦ કિમી.કેનાલોની સફાઇ તેમજ ભૂતકાળ બની ગયેલ રાજયની ૩૨ નદીઓને પુનઃજીવીત કરવામાં આવી રહી છે. અભિયાનની શરૂઆતમાં પપ૭ જેસીબી હતા, હાલમાં ૪૬૦૦ જેસીબી કામે લાગ્‍યા છે.

 

 

(11:46 am IST)
  • પાકિસ્તાનના સિંધ પ્રાંતની એસેમ્બલીએ હિન્દૂ વિધવા મહિલાઓને બીજા લગ્ન કરાવાનો અધિકાર આપ્યો :હિન્દૂ મહિલાઓ તેના પતિના મૃત્યુના છ મહિનામાં બીજા લગ્ન કરી શકશે :તે લગ્ન ખતમ કરવાની અરજી પણ આપી શકશે : આ પહેલા અલ્પસંખ્યક મહિલાઓ,વિધવાઓ અને છૂટાછેડા લીધેલીને કાનૂની રીતે બીજા લગ્ન કરવાની અનુમતિ નહોતી access_time 1:13 am IST

  • ભારતીય વાયુસેના માટે રશિયા પાસેથી એસ-400 ટ્રિમફ વાયુરક્ષા મિસાઈલ ખરીદવા માટે કિંમત બાબતે વાતચીત પૂર્ણ :સોદો અંદાજે 40,000 કરોડમાં નક્કી થયાના અહેવાલ :હવે બન્ને દેશો અમેરિકાના કાનૂનના પ્રાવધાનોથી બચવાના તરીકા શોધી રહ્યાં છે :આ સોદાની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે ઓક્ટોબરમાં થનાર વાર્ષિક શિખર સંમેલનમાં થવાની શકયતા છે . access_time 11:32 pm IST

  • ૧લી જૂને વિશ્વની શ્રેષ્ઠતમ હવામાન આગાહી સિસ્ટમ્સ ખુલ્લી મૂકાશેઃ અતિ ખરાબ હવામાન (સિવીયર વેધર) સહિતની આગાહીઓ સચોટ કરી શકાશે : ૨૪-૪૮ કલાકમાં હવે કેરળના કાંઠે ચોમાસુ બેસી જશે : ૪૮ કલાકમાં કેરળ અને લક્ષદ્વીપમાં ધોધમાર - ભારે વરસાદની આગાહી access_time 10:33 am IST