Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

જાંબુસરના કાવી રોડ પર પલ્ટી ખાઈ જતા છ લોકોને ઇજા

કંબોઇ સ્થિત મંદિરે દર્શન કરી પરત ફરતી વેળાએ રાજસ્થાન પાસિંગની કારને સરોદ પાસે અકસ્માત

જંબુસરનાં કાવી રોડ ઉપર રાજસ્થાન પાર્સિંગની કાર નંબર આરજે 12 સીસી-4221 નંબરની કારને સારોદ ગામ પાસે અકસ્માત નડ્યો હતો. આ પરિવાર કંબોઈ સ્થિત મંદિરે દર્શન કરીને પરત ફરી રહ્યો હતો તે દરમિયાન કોઈ કારણોસર કાર ચાલકનો સ્ટિયરિંગ ઉપરનો કાબુ ન રહેતાં કાર પલ્ટી મારીને રોડ સાઈડમાં ખાબકી હતી. કારમાં સવાર 6 વ્યક્તિઓને ઈજા પહોંચતાં તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોમાં એકમ માસુમ બાળકને પણ ઈજા પહોંચી હતી.

(10:53 am IST)