Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

અસારવામાં રહેતા યુવકે એક કંપનીની બે કાર ખરીદી:એકનું જ રજીસ્ટ્રેશન કરાવ્યુ !

રાણીપ પોલીસે વિશ્વાસઘાત અને મોટર વાહન અધિનિયમ હેઠળ ગુનો દાખલ કર્યો

અમદાવાદ : અસારવા ખાતે રહેતા યુવકે જીપ કંપનીની બે કાર ખરીદી જે પૈકી એક કાર રજીસ્ટ્રેશન કરાવી મોટર વાહન ટેક્ષ ભર્યો હતો. જો કે બીજી કારનું રજીસ્ટ્રેશન ન કરાવી મોટર વાહન ટેક્ષ ન ભરી સરાકાર સાથે રૂ.85 હજારની છેતરપીંડી કરી હતી.

 આ અંગે રાણીપ પોલીસે વિશ્વાસઘાત અને મોટર વાહન અધિનિયમની જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી હતી.

આ અંગેની  મુજબ પાલનપુર ખાતે રહેતા આશિષકુમાર પંચાલ (ઉ.વ.29) અમદાવાદની સુભાષ બ્રીજ આરટીઓ કચેરીમાં મોટર વાહન નીરીક્ષક વર્ગ 2 માં ફરજ બજાવે છે. તેમને દિલ્હીથી એક ઈમેલ આવ્યો હતો કે, અસારવા ખાતે રહેતા દિવ્યાંગ ભંડારી નામના યુવકે થોડા સમયે પહેલા જીપ કંપનીની બે ગાડી ખરીદી હતી. ત્યારબાદ તેણે એક કારનું રજીસ્ટેશન કરાવીને મોટર વાહન ટેક્ષ ભર્યો હતો જ્યારે બીજી કારનું રજીસ્ટેશન કરાવ્યુ ન હતું અને તેનો મોટર વાહન ટેક્ષ ન ભરી વિશ્વાસઘાત કર્યો હતો.

જે અંગે આશિષકુમારે આ કારની તપાસ કરવા માટે તેમના અસારવાના સરનામે ગયા ત્યારે જાણવા મળ્યુ હતુ કે, દિવ્યાંગ ભંડારી તે ઘર ખાલી કરીને વાસણા ખાતે રહેવા જતા રહ્યા છે. જેથી વાસણા ખાતેના ઘરે તપાસ કરતા જીપ કંપનીની બંન્ને કાર મળી આવી હતી. જેમાં તેની ચેચીસ નંબર મેળવીને કંઈ તપાસ કરીને રજીસ્ટ્રેશન ન કરાવેલ કાર તથા વાહન ટેક્ષ ન ભરેલ હોવાથી તે કાર ઝપ્ત કરી હતી આ અંગે રાણીપ પોલીસ સ્ટેશનમાં દિવ્યાંશ ભંડારીના વિરુદ્ધમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે વિશ્વાસઘાતનો અને મોટપ વાહન અધિનિયમ ની જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી હતી.

(8:25 pm IST)