Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

મહેમદાવાદમાં લગ્ન પ્રસંગ દરમ્યાન કોવીડ ગાઇડલાઇનનો ભંગ કરનાર 10 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ

ખેડા:જિલ્લામાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યુ છે. કોરોના સંક્રમણ અટકે નહી તે માટે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે. જેમાં લગ્ન,ધાર્મિક કાર્યક્રમ સહિત નિયમો અને સંખ્યા આપવામાં આવી છે. સંક્રમણ અટકે તે માટે લગ્નની નોધણી ઓનલાઇન કરવાની હોય છે. જિલ્લામાં મોટા ભાગની ફરિયાદોમાં સામાજીક કાર્યક્રમો અથવા લગ્નમાં નિધારીત કરેલ સંખ્યા કરતા વધારે લોકો જોવા મળતા હોય છે. ખેડા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા જાહેરનામાનો ચૂસ્ત અમલ શરૂ કર્યો  છે.જેમાં મહેમદાવાદ વ્યક્તિઓ વિરુધ્ધ, ડાકોરમાં ત્રણ,કપડવંજ રૂરલ ત્રણ, કઠલાલ ત્રણ વ્યક્તિઓ વિરુધ્ધ, વસોમાં બે વ્યક્તિ વિરુધ્ધ,લીંબાસીમાતર, નડિયાદ રૂરલ, નડિયાદ ટાઉન, નડિયાદ પશ્ચિમ, સેવાલિયા, ઠાસરા જ્યારે નડિયાદ રેલ્વે પોલીસે બે વ્યક્તિઓ  પાસે માસ્ક પહેરવા અંગે દંડ વસુલ્યો હતો.મહેમદાવાદ તાલુકાના બાવરા ગામે  કોરોના ગાઇડલાઇનનો ભંગ કુલ ૧૦ વ્યક્તિઓ વિરુધ્ધ ખેડા પોલીસે ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી  છે.પોલીસ ટીમે બે ડી.જે અને  બોલેરો બગી કબ્જે લીધી છે. જ્યારે સુનીલ સંગ્રમસિંહ ડાભી,દિપકકુમાર કનુભાઇ ડાભી,સંગ્રમસિંહ ચીમનભાઇ ડાભી, કનુભાઇ પ્રભાતસિંહ ડાભી, અજીતભાઇ મોતીભાઇ ચૌહાણ, તેજશભાઇ અજીતભાઇ ચૌહાણ, મૂકેશભાઇ  રામકૃષ્ણભાઇ ચૌહાણ, મૂકેશભાઇ રામકૃષ્ણભાઇ રાવલ, ઝુબેરમીયા આબીદમીયા મલેક, અરવિંદભાઇ બળદેવભાઇ સોઢા અને હિતેશભાઇ પ્રતાપસિંહ ચૌહાણ વિરુધ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ ટીમે બે ડી.જે આઇશ કિ.રૂા.૨૨,૦૦, ૦૦૦ તથા બોલેરો બગી કિ.રૂા.,૦૦,૦૦૦ કબ્જે લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(5:10 pm IST)