Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

વડોદરાના ડેપ્યુટીની ખોટી ઓળખ આપી અડાજણ વિસ્તારની સરકારી જમીનની ફાળવણીમાં છબરડા કરનાર આરોપીની જામીનની અરજી કોર્ટે નકારી

વડોદરા: શહેરના  ડેપ્યુટી કલેકટર તરીકે ખોટી ઓળખ ઉભી કરીને અડાજણ વિસ્તારની  સરકારી જમીનની ફાળવણી તથા આદિવાસીની જમીન ક્લીયર કરવાના નામે સુરતના જમીન લે વેચ કરનાર ફરિયાદી પાસેથી કુલ રૃ1.55 કરોડ પડાવી લઈ ગુનાઈત ઠગાઈ વિશ્વાસઘાત કરનાર આરોપી નેહા પટેલના જામીનની માંગને આજે કોર્ટે નકારી કાઢી છે.
 

વરાછા રોડ સ્થિત શીરડીધામમાં રહેતા તથા જમીન લે વેચના કામકાજ સાથે સંકળાયેલા ફરિયાદી મધુ સવજી ખોખરે તા.23-3-21ના રોજ વડોદરાના ડેપ્યુટી કલેકટર તરીકેની ખોટી ઓળખ આપીને જમીન સંબંધી કામ કરાવવા માટે 1.55 કરોડ પડાવી લેનાર આરોપી નેહા ધર્મેશ પટેલ (રે.103,બાબેન બંગ્લોઝમોતા રોડ બાબેન તા.બારડોલી વિરુધ્ધ અડાજણ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. નેહા પટેલે વડોદરાના ડેપ્યુટી કલેકટર તરીકેની ખોટી ઓળખકાર્ડના આધારે ફરિયાદીને અડાજણ સ્ટાર બજાર ક્રોમા સેન્ટરની પાછળની જ ટી.પી.39 ફાયનલ પ્લોટ 189 ની સરકારી જમીનની ફાળવણી કરવાનું જણાવી 1.30કરોડ પડાવ્યા હતા. ત્યારબાદ કામરેજ વાલક ગામની સીમમાં 73 એએ ની જમીનને ક્લીયર કરવાના નામે ફરિયાદી પાસેથી વધુ 25 લાખ પડાવી કુલ રૃ.1.55 કરોડ પડાવી લીધા હતા. અડાજણ પોલીસે જેલભેગી કરાયેલી નેહા પટેલે જામીન માંગતા તેના વિરોધમાં એપીપી સુનિલ પટેલે જણાવ્યું હતું કેગંભીર ગુનાનો પ્રથમ દર્શનીય કેસ છે. આરોપીએ જાહેર સેવકનો ખોટો સ્વાંગ સજીને ફરિયાદી પાસેથી જમીન સંબંધી કામ કરાવવાના નામે માતબર રકમ પડાવી ઠગાઈ કરી છે. અડાજણ પોલીસ સહિતબારડોલીકતારગામડેડીયાપાડા પોલીસ મથકમાં   પ્રકારની મોડસ ઓપરેન્ડીના આધારે અન્ય ગુના નોંધાયા છે. જેથી આરોપીને જામીન આપવાથી સાક્ષી પુરાવા સાથે ચેડા કરે તેવી સંભાવના છે.

(5:09 pm IST)