Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

સુરતના ઉમરવાડા વિસ્તારમાં એક સંતાનની વિધવા માતાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરતા પોલીસ ફરિયાદ

સુરત: શહેરના ઉમરવાડા વિસ્તારમાં રહેતી વિધર્મી એક સંતાનની વિધવા માતાને પ્રેમજાળમાં ફસાવી સાત વર્ષથી લગ્નની લાલચ આપી શરીર સબંધ બાંધ્યા બાદ વતન લઇ જઇ બચતના રૂ. 1.50 લાખ લઇ રફુચક્કર થઇ જનાર પ્રેમી વિરૂધ્ધ મહિલા પોલીસમાં દુષ્કર્મની ફરીયાદ નોંધાય છે.
ઉમરવાડા વિસ્તારમાં એકલી રહેતી વિધર્મી મહિલા શાકભાજીની લારી ચલાવતી ગુજરાન ચલાવતી હતી. સાતેક વર્ષ અગાઉ નિયમીત પણે શાકભાજી લેવા આવતા રતનસિંહ માલમસિંહ રાજપૂત (મૂળ રહે. તડવા ગામ, ઝાલોર, રાજસ્થાન) સાથે પ્રેમસબંધ બંધાયો હતો અને ત્યાર બાદ તેઓ પતિ-પત્નીની જેમ સાથે રહેતા હતા. દરમિયાન મહિલાએ એક પુત્રને જન્મ આપ્યો હતો અને તે હાલમાં 3 વર્ષનો છે. મહિલા દ્વારા વારંવાર પ્રેમી રતનસિંહને લગ્ન કરવાનું કહેતી હતી પરંતુ તે વાયદા પર વાયદા કરતો હતો.

(5:08 pm IST)