Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

વડોદરામાં કોવીડના ઈન્જેક્શનમાં કાળાબજારીના પ્રકરણમાં પકડાયેલ આરોપીના જામીન અદાલતે નામંજૂર કર્યા

વડોદરા: શહેરમાં રેમડેસિવિર ઇન્જેક્શનના કાળાબજારમાં પકડાયેલા આરોપીએ ભાઇના લગ્ન અને પત્નીની સગર્ભા અવસ્થાનુ કારણ રજૂ કરીને વચગાળાના જામીનની માંગણી કરી હતી.પરંતુ, લગ્ન પ્રસંગમાં આરોપીની  હાજરી અનિવાર્ય નહી હોવાનુ તેમજ સગર્ભા પત્નીની તબિયત સારી હોવાનુ ંઅવલોકન કરી અદાલતે આરોપીની અરજી નામંજૂર કરી છે.

કોરોનાની સારવાર માટે ઉપયોગમાં લેવાતા રેમડેસિવિર ઇન્જેક્શનની જરૃરિયાત  અને  અછતનો ગેરલાભ ઉઠાવીને કેટલાક લોકોએ તેના કાળાબજાર શરૃ કરી દીધુ  હતુ.પીસીબી પોલીસે ગુનામાં પકડેલા આરોપી જીજ્ઞોશ ડાહ્યા ભાઇ પટેલ (રહે.નાથાલાલ શોપિંગ સેન્ટર,પાણીગેટ ) ને ઝડપી લીધો હતો.રિમાન્ડ પૂરા થયા પછી જેલમાં ગયેલા આરોપીએ પત્નીની સગર્ભા અવસ્થા અને ભાઇના લગ્નનું કારણ રજૂ કરીને વચગાળાના જામીનની માંગણી કરી હતી.સરકારી વકીલ અનિલ દેસાઇ તેમજ બચાવ પક્ષના વકીલની દલીલો ધ્યાને લઇ કોર્ટે નોંધ્યુ હતુ કે,આરોપીના પત્નીની શારીરિક સ્થિતિ બિલકુલ સારી છે.અને હાલમાં કોઇ અસામાન્ય સ્થિતિ જણાતી નથી.તેમજ લગ્ન પ્રસંગની તમામ વિધિ આરોપીના અન્ય સગાઓ  સારી રીતે પાર પાડી શકે તેમ છે.જેથી,આરોપીની જામીન અરજી મંજૂર કરવાનું ઉચિત જણાતુ નથી.આરોપી પાસે ઇન્જેક્શન વેચવા માટે કોઇ લાયસન્સ પણ નહતું.તેમછતાંય ફરિયાદમાં જણાવ્યા મુજબનું ગુનાઇત કૃત્ય કર્યુ છે.

(5:07 pm IST)