Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

તબીબ,મીડિયા વિગેરે માટે પોલીસ દ્વારા ખાસ સ્ટીકરો માટે કલર નક્કી

પોલીસ લોકડાઉનનો અમલ કડકાઈ થી કરાવે છે કે કેમ? હવે આડકતરૂ ક્રોસ ચેકીંગ : આશિષ ભાટિયા દ્વારા ડાયરેકટ રીપોર્ટ આપવા આઈબીને આદેશ અપાયા : લોકોનો જીવ બચાવવા માટે ઝઝુમી રહેલ પોલીસ સ્ટાફ માટે કોરોના જીવલેણ બની રહેતા,પોલીસ પરિવારોની રક્ષા માટે અમદાવાદ ડીસીપી અજય કુમાર ચોધરી જાતે ફોગીંગ મશીન સાથે પોલીસ લાઈનમાં પહોંચી ગયા : સાવધાન, પોલીસ દ્વારા નક્કી થયેલા કલર મુજબના, પોલીસ દ્વારા ઇસ્યુ થયેલા સ્ટીકર વગર નિષ્ણાંતો સીધા લોકોઅપ ભેગા, ગુજરાતમાં અમદાવાદથી અમલ, ડીસીપી ડો. હર્ષદ પટેલ અકિલા સમક્ષ માહિતીપ્રદ વિગતો વર્ણવે છે.

રાજકોટ તા. ૨૮ : કોરોના મહામારી વચ્ચે અદાલત દ્વારા આવી વિકટ પરસ્થિતિમાં તેવો આંખ મીંચી બેસી ન શકે તેવા રીમાર્કસ પાસ કરવા સાથે સરકારને આડે હાથ લીધા બાદ મીની લોક ડાઉનના પગલે રાજ્યના મુખ્ય પોલીસ વડા દ્વારા કરફ્યુની ચુસ્ત અમલવારી માટે ગુપ્તચર વિભાગને ક્રોસ ચેકીંગ કરી પોતાને નિર્ભયતાથી જે તે શહેર જિલ્લાના તંત્ર વિશે રીપોર્ટ આપવાના આદેશ આપ્યાનું સૂત્રો જણાવે છે.                              

નિયત થયેલ નિયમોનું લોકો ચૂસ્તતા પૂર્વક લગ્ન પ્રસંગમાં પાલન કરે તે માટે લગ્ન સાથળોનું સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવા આપેલ આદેશ સંદર્ભે પોલીસ કમિશનર અજય કુમાર તોમરની સૂચનાથી ૨ વરરાજા અને ગોર મહારાજ સહિતના લોકો સામે ગુન્હા દાખલ થયા છે.

મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા રાત્રિ કરફ્યુના ચુસ્ત અમલના આદેશ સંદર્ભ પોલીસ કમિશનર સંજય શ્રી વાસ્તવ દ્વારા ખાસ પ્રકારના સ્ટીકરો બહાર પાડવામાં આવ્યા છે, ઉકત બાબતે અકિલા સાથેની વાતચીતમાં અમદાવાદના ડેપ્યુટી પોલીસની કમિશનર ડો. હર્ષદ પટેલ જણાવે છે કે અલગ અલગ જે  સ્ટીકર કલર નક્કી થયા છે તેની વિગત નીચે મુજબ છે.

મેડીકલ, પેરામેડીકલ સ્ટાફના લોકોને લાલ સ્ટીકર અપાશે.

ઓકિસજન, દવા લઈ જતાં વાહનોને લાલ સ્ટીકર અપાશે.

શાકભાજી, દૂધના વાહનોને લીલા કલરના સ્ટીકર અપાશે.

એએમસી કર્મચારી, ટોરેન્ટ પાવરના કર્મીઓને પીળા સ્ટીકર.

મીડીયા કર્મચારીઓને પીળા સ્ટીકર આપવામાં આવશે. સ્ટીકર પરથી પોલીસ સરળતાથી ઓળખાણ કરી શકશે.

સ્ટીકર ધરાવનારને રાત્રે અવર - જવરમાં સરળતા રહેશે. બિનજરૂરી ફરનારા લોકોને પોલીસ સરળતાથી પકડશે.

દરમિયાન લોકોને ઘેર રાખી પોતના જાનના જોખમે ફરજ બજાવતા પોલીસ સ્ટાફ અને અધિકારીઓ ગુજરાતમાં મોટા પાયે સંક્રમિત થઈ રહયા છે, ત્યારે સ્વાભાવિક પોલીસ સ્ટાફ મોટા પ્રમાણમાં ભોગ બની રહ્યો છે,આવા પોલીસ સ્ટાફ પોતે સંક્રમિત થવા સાથે પરિવાર અને પડોશમાં રહેતા લોકોને બચાવવા માટે અમદાવાદ જોઇન્ટ પોલીસ કમિશનર અજય કુમાર ચોધરી દાણી લીમડા પોલીસ લાઇનમાં જાતે ફોગિંગ મશીન સાથે પોહચી જતા પોલીસ સ્ટાફમા કામ કરવાનો ઉત્સાહ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે, પ્રથમ લહેર સમયે પણ અજય કુમાર ચોધરી આજ રીતે કાર્યવાહી કરતા પોલીસ સ્ટાફ તેમના પર આફ્રિન પોકારી ઉઠેલા.

(3:28 pm IST)