Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

પાટણમાં આગામી 5 મે સુધી આંશિક લોકડાઉન જાહેર

આવશ્યક ચીજવસ્તુઓ સિવાય તમામ ધંધા-રોજગાર શોપિંગ સેન્ટર કે પછી જીમ થિયેટર હોય મોલ બધું જ બંધ

પાટણમાં આગામી 5 મે સુધી આંશિક લોકડાઉન જાહેર કરાયુ છે. આવશ્યક ચીજવસ્તુઓ સિવાય તમામ ધંધા-રોજગાર શોપિંગ સેન્ટર કે પછી જીમ થિયેટર હોય મોલ બધું જ બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. જોકે શાકભાજી માર્કેટ ચાલુ રહેશે. જ્યારે એપીએમસી બંધ રહેશે.રાજ્ય સરકાર દ્વારા અપાયેલા આદેશનો અમલ કરાવવા માટે ચીફ ઓફિસરને પાટણ શહેરમાં અનેક તાલુકા કક્ષાએ મામલતદારોને આ જવાબદારી સોંપવામાં આવી છે.

(11:44 am IST)