Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

‘ટેક અવે'ની પરવાનગી આપવાને લીધે હોટલો, રેસ્‍ટોરેન્‍ટને ૨૦ ટકા ધંધો મળશે

હોટલ વ્‍યવસાય પડી ભાંગ્‍યો હતો, હવે ટકી રહેવામાં સહાયક બનશે : હોટલ એસોસિયેશનોએ સરકાર દ્વારા લેવાયેલા પગલાંને આવકાર્યું

અમદાવાદ,તા. ૨૮ : શહેરમાં કોરોનાનું સંક્રમણ વધવાને પગલે રાત્રે ૮ વાગ્‍યાથી કરફ્‌યુ લાદવામાં આવતાં અન્‍ય વેપાર- ધંધાની જેમ હોટલો, રેસ્‍ટોરેન્‍ટનો વ્‍યવસાય પણ ઠપ્‍પ થઈ ગયો છે. સરકારની નવીગાઈડલાઈન મુજબ, હોટલો, રેસ્‍ટોરેન્‍ટને ટેક અવેની મંજૂરી આપવામાં આવી છે. ટેક અવે, ફુડ ડિલીવરીની છૂટ આપવાને પરિણામે હોટલો, રેસ્‍ટોરેન્‍ટો લગભગ ર૦ ટકા જેટલો ધંધો કરવાની તક મળશે અને તેના લીધે હાલના કપરા કાળમાં ટકી રહેવામાં હોટલો અને રેસ્‍ટોરેન્‍ટને મદદ મળશે. સરકારે, ટેક અવે, ફુડ ડિલીવરી માટે છૂટ આપવાના પગલાંને હોટલ- રેસ્‍ટોરેન્‍ટ એસોસીએશનો દ્વારા આવકારવામાં આવ્‍યા છે.

ઉલ્લેખનીય છે કે, કોરોના વકરવાને પગલે રાત્રે ૮ વાગ્‍યાથી કરફ્‌યુ અમલી બનતાં હોટલો અને રેસ્‍ટોરેન્‍ટનો વ્‍યવસાયને પડી ભાંગ્‍યો હતો. ગત વર્ષે લોકડાઉન પછી અમદાવાદ સહિત ગુજરાતમાં ૪૦ ટકા જેટલા હોટલ, રેસ્‍ટોરેન્‍ટના સંચાલકોએ તેમના ધંધા બંધ કરીને દઈને અન્‍ય વ્‍યવસાય તરફ વળ્‍યા છે. હોટલો અને રેસ્‍ટોરેન્‍ટનો ધંધો રાતનો છે અને રાત્રે ૮ કે ૯ વાગ્‍યા પછી જ લોકો હોટલોમાં જતા હોય છે. રાત્રિ કરફ્‌યુ લાદવો પગલે હોટલો બંધ થઈ ગઈ હતી. હોટલ, રેસ્‍ટોરેન્‍ટ એસોસીએશનો દ્વારા ટેક અવે, ફુડ ડિલીવરીની છૂટ આપવા માટે માંગણી કરી હતી. જોકે, સરકારે આ માંગણી મોડે મોડે સ્‍વીકારી છે અને ટેક અવેની છૂટ આપવાને પગલે હવે હોટલ, રેસ્‍ટોરેન્‍ટ વ્‍યવસાયને ટકી શકવામાં થોડો ટેકો મળશે. હોટલ, રેસ્‍ટોરેન્‍ટ એસોસીએશનના પ્રમુખ નરેન્‍દ્ર સોમાણીએ કહ્યું કે, ટેક અવેની પરવાનગી આપવાનીથી હોટલોના ખર્ચા નીકળશે. સરકારનું આ પગલું આવકાર્ય છે. જોકે, આ પરિસ્‍થિતિ લાંબી ન ચાલવી જોઈએ. ફુડ કમિટીના ચેરમેન હિરેન ગાંધીએ કહ્યું કે, ટેક અવેના લીધે લગભગ ૨૦ ટકા હોટલોને લાભ થશે. હોટલો સંપૂર્ણ બંધ રહેવાને બદલે ર૦ ટકા કાર્યરત રહે તો લોકોને રોજગારી મળશે. ‘આહારક એસોસીએશનના પ્રમુખ નરેન્‍દ્ર પુરોહિતે જણાવ્‍યું કે, ટેક અવે, ફુડ પાર્સલની છૂટ આપવાને લીધે હાલના કપરા સમયમાં કેટલેક અંશે રાહત મળશે અને કારીગરોની રોજગારી છીનવાશે નહીં.

(10:27 am IST)