Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

નર્મદા કલેક્ટરે રાજપીપળા કોવિડ હોસ્પિટલની મુલાકાત લઈ સારવાર લેતા દરદીઓ પાસે સુવિધાઓ બાબતેની જાણકારી મેળવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે મંગળવારે રાજપીપલા આયુર્વેદિક કોલેજ ખાતે કાર્યરત કોવિડ-૧૯ હોસ્પિટલની લીધેલી મુલાકાત દરમિયાન જિલ્લા PPE કીટ પહેરીને હોસ્પિટલમાં આઇસીયુ વોર્ડ, આઇસોલેશન વોર્ડ અને જનરલ વોર્ડમાં સારવાર હેઠળના કોરોનાના પોઝિટીવ  દરદીઓની મુલાકાત લઇ તેમના ખબરઅંતર પૂછ્યાં હતાં અને  તેમને  મળતી સારવાર અને સુવિધાઓ અંગેની જાણકારી મેળવી હતી. જિલ્લા કલેક્ટર શાહની સાથે સિવીલ સર્જન ડૉ.જ્યોતિબેન ગુપ્તા, ફીઝીશીયન ડૉ. જે.એલ. મેણાત વગેરે પણ વોર્ડની આ મુલાકાત દરમિયાન સાથે જોડાયાં હતા અને દરદીઓની સારવાર સંબંધી જરૂરી જાણકારી જિલ્લા કલેક્ટર શાહને પૂરી પાડી હતી.
જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે કોવિડ-૧૯ હોસ્પિટલની લીધેલી મુલાકાત બાદ જણાવ્યું હતું કે,  રાજપીપલા કોવિડ હોસ્પિટલ ખાતે આપણી પાસે ૧૦૦ બેડ હતાં, તેમાંથી ૯૨ જનરલ અને ૦૮-ICU વેન્ટીલેટર ફેસીલીટી વાળા એટલે કે ઓક્સીજન ફેસીલીટીવાળા બેડ હતાં, જે વધતાં જતાં કોરોના સંક્રમણને ધ્યાને રાખીને રાજ્ય સરકાર-આરોગ્ય  વિભાગની સૂચના અને જિલ્લા પ્રભારી સચિવની સતત સૂચના સુપરવિઝન-મોનીટરીંગના ભાગરૂપે લેવાયેલા સ્ટેટેજીક નિર્ણય પૈકી તાત્કાલિક અસરથી ઓક્સિજનની નવી ૩ અલગ અલગ લાઇનો ઇન્સ્ટોલ  કરવામાં આવી છે, ICU માટે, જનરલ વોર્ડ માટે, વેન્ટીલેટર માટે અને ઓક્સિજન બેડ માટે અલગ અલગ લાઇનો ઇન્સ્ટોલ  કરાઇ છે,જેથી ઓક્સિજન વાળા-૦૮  બેડની સંખ્યા હવે ૮૨ બેડ કરી દીધી છે. અગાઉ ૮ જ બેડ ઓક્સિજનવાળા હતા એટલે આપણી પાસે ૯૦ ઓક્સિજન સિલીન્ડર હતાં, તેમાં પણ રાજ્ય સરકાર-આરોગ્ય વિભાગ અને જિલ્લા પ્રભારી સચિવની મદદથી તાત્કાલિક નવા ઓક્સિજન સિલીન્ડર ખરીદવામાં આવ્યાં છે, એટલું જ નહીં તેની સાથોસાથ ૧ હજાર લીટરની એક એવી બે અને ૨૦૦ લીટરવાળી બે ટેન્ક લિક્વીડ નાઇટ્રોજનની આપણે ઓક્સિજન ટેન્ક ખરીદ કરવામાં આવી છે. આ ટેન્કમાં લિક્વીડ ઓક્સિજન હોય છે, જે  સિલીન્ડર હોય છે, આ  બન્નેની ભરવાની પણ વ્યવસ્થા કરી છે. રાજય સરકારનો સ્ટેટ કંટ્રોલરૂમ છે તેમના તરફથી નર્મદા જિલ્લાને ૨૪x૭ સતત મદદ મળી રહી છે. અને તેના કારણે અલગ અલગ મેન્યુફેકચરર્સ પાસેથી સરળતાથી ટેન્ક અને સિલીન્ડર બંને ભરી શકીએ છીએ, સ્ટોકમાં પણ રાખી શકીએ છીએ, જેથી કરીને કોઇપણ રિફીલીંગ કરવામાં મોડું થાય કે, અન્ય કોઇ મુશ્કેલી ઉભી થાય તો પણ આપણી પાસે સ્ટેન્ડ બાય જથ્થો સ્ટોકમા હોવાને લીધે ઓકસિજનવાળા દરદીને કોઇપણ પ્રકારની તકલીફ ન થાય તેવી વ્યવસ્થા કરાઇ  છે.

(10:40 pm IST)