Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

31થી 40 વર્ષની ઉંમરના પુરૂષો યુવતીઓની પહેલી પસંદ:પરિણીત મહિલાઓના પણ 3 ગણા વધ્યા લફરાં:અમદાવાદ-સુરતની મહિલાઓનું પણ ડેટીંગ એપમાં રજીસ્ટ્રેશન

ડેટિંગ એપ ગ્લીડન દ્વારા કરવામાં આવ્યો સર્વે

અમદાવાદઃ એક્સ્ટ્રા-મેરિટલ અફેરનું કોઈ એક કારણ નથી, પરંતુ આવા લોકોની વિચારસરણી આજના સમયમાં જીવવાની છે. તેઓ ભવિષ્ય વિશે વિચારતા નથી. તેઓ વિચારે છે કે આજે જે છે તે બધું જ છે. આવા લોકો સ્વકેન્દ્રી હોય છે. આપણા સમાજમાં લગ્નનો આધાર વિશ્વાસ છે. વિશ્વાસના કારણે બે લોકો સંબંધમાં પ્રવેશ કરે છે. જ્યારે બે ભાગીદારોમાંથી કોઈ પણ તે વિશ્વાસ તોડે છે, તેનો અર્થ એ છે કે તે લગ્નના આધારને જ નકારી રહ્યો છે.

 

યુવતીઓ માટે પહેલી પસંદ હાલમાં 31થી 40 વર્ષના પરિણીત પુરૂષો છે. જેઓ એપ પર આ પ્રકારના પુરૂષોની શોધખોળ કરે છે. કારણ કે આ ઉંમર એ પરિપક્વ હોવાની સાથે આ ઉંમરમાં વ્યક્તિ સુખી સંપન્ન અને મેચ્યોર હોય છે. એને સારા નરસાનું સારી રીતે ભાન હોવાની સાથે એનામાં આછકલાપણું નથી હોતું. જેથી મહિલા એની સાથે સુરક્ષા અનુભવે છે. 

 

આ ઉપરાંત સારી કમાણી કરતો હોવાની સાથે ઘર અને ગાડી ધરાવતો હોવાની અપેક્ષાએ યુવતીઓ કે મહિલાઓની પસંદ બની રહ્યા છે. કોલેજિયન યુવતીઓ પણ એમનાથી મોટી ઉંમરના વ્યક્તિઓ સાથે સારી રીતે સંબંધ નિભાવે છે. 

 

ડેટિંગ એપ ગ્લીડન દ્વારા કરવામાં આવેલા સર્વેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારતીય મહિલાઓના લગ્નમાં 77 ટકા બેવફાઈનું કારણ એકલતા છે. અંગ્રેજી શબ્દ Boredomનો હિન્દી અર્થ કાઢવામાં આવે તો બોરિયત, નીરસતા, ડિસઇન્ટરેસ્ટ જેવા શબ્દો સામે આવે છે. ભારતના દરેક શહેરમાંથી યુઝર્સ એક્સ્ટ્રા મેરિટલ અફેર માટે આ એપનો ઉપયોગ કરી રહ્યા છે. તેમાંથી 66 ટકા યુઝર્સ ટિયર-1 શહેરોના છે જ્યારે 34 ટકા ટાયર 2 અને 3 ટકા નાના શહેરોના છે. 

 

એટલે કે આ ડેટિંગ એપની પહોંચ માત્ર મુંબઈ, બેંગલુરુ, દિલ્હી, કોલકાતા જેવા મોટા શહેરોમાં જ નથી, પરંતુ લોકો મેરઠ, ભોપાલ, પટના જેવા શહેરોમાં પણ તેનો ઉપયોગ કરી રહ્યા છે. બેંગલુરુ, મુંબઈ, કોલકાતા, દિલ્હી, જયપુર, ભોપાલ, ઈન્દોર, પુણે, હૈદરાબાદ, ચેન્નાઈ, ગુરુગ્રામ, અમદાવાદ, ચંદીગઢ, લખનૌ, કોચી, નોઈડા, ગુવાહાટી, વિશાખાપટ્ટનમ, નાગપુર, સુરત અને ભુવનેશ્વરના માત્ર પુરુષોએ જ એપ માટે રજિસ્ટ્રેશન નથી કર્યું પણ 2019થી મહિલાઓએ પણ રજિસ્ટ્રેશન કરાવી રહી છે.

 

ભારતમાં છૂટાછેડાનો દર વિશ્વમાં સૌથી ઓછો છે. જો કે, છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં છૂટાછેડાના કેસમાં ઝડપથી વધારો થયો છે. UN વુમનના 'પ્રોગ્રેસ ઓફ ધ વર્લ્ડસ વુમન' રિપોર્ટ જણાવે છે કે ભારતમાં છૂટાછેડાનો દર 1.1 ટકા છે. સરેરાશ 100 યુગલોમાંથી 1 યુગલ છૂટાછેડા લે છે. તેમાં પણ મોટા ભાગના લગ્ન વ્યભિચાર અને અસંગતતાના કારણે તૂટી રહ્યા છે.

(9:37 pm IST)