Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

તાપી પરિણિતા હત્યા કેસ: સાસુએ ઓશિકાથી મોઢુ દબાવી પુત્રવધુની કરી હતી હત્યા

અમદાવાદ:તાપીના વ્યારામાં 23 વર્ષીય પરણિતાના હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. આંતરજ્ઞાતિય લગ્નનો દ્વેષભાવ રાખી સાસુએ જ વહુની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. સાસુએ ઓશિકાથી મોઢું દબાવી વહુની હત્યા કરી હતી. વ્યારા પોલીસે મૃતક પરણિતાની સાસુની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. હત્યામાં અન્ય બે આરોપીઓ પણ સામેલ હોવાની પોલીસને આશંકા છે.

 

અંજલી કોળી નામની આ પરણિતાનો મૃતદેહ તેના ઘરેથી મળ્યો હતો. આ અંગે મૃતક મહિલાના પિતાએ સાસરિયાઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. શરૂઆતમાં તેના સાસરી પક્ષે દલીલ કરી હતી કે તાવની દવા પીતા તેનું મોત થયુ છે, જો કે પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોઢું દબાવી હત્યા થઈ હોવાનો ખુલાસો થયો હતો

(6:31 pm IST)