Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

જાણીતા લોકગાયક કિર્તીદાન ગઢવીએ 11 લાખ અને કલાકાર હકાભા ગઢવી ત્રણેય બેન્ક ખાતાની તમામ રકમ અર્પણ કરશે

કોરોના સામે લડવા કલાકાર-ગાયકોએ દાનની સરવાણી વહાવી : મુખ્યમંત્રી રાહતનિધિમાં ફંડ આપશે

અમદાવાદ : કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે દેશભરમાં 21 દિવસનું લોકડાઉન વચ્ચે મહામારી કહેર વર્તાવે છે સરકાર અને તંત્ર કોરોનાને હરાવવા સતત કામ કરી રહ્યું છે. ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કરેલ અપીલને જબરો પ્રતિસાદ મળી રહ્યો છે જાણીતા લોકગાયક કિર્તીદાન ગઢવીએ 11 લાખ મુખ્યમંત્રી રાહતનિધિમાં આપવા જાહેર કર્યું છે અને લોકોને ઘરમાં જ રહેવા આપીલ કરી છે

  મોરબી જીલ્લાના મદદ તાલુકાના લોકસાહિત્ય કલાકાર હકાભા  પોતાના ત્રણેય બેંક એકાઉન્ટની તમામ રકમ સરકારને અર્પણ કરી છે.કલાકાર હકાભા ગઢવીએપોતાના બેંક એકાઉન્ટમાં રહેલી તમામ રકમ ભારત સરકારને અર્પણ કરવાનો નિર્ણય કર્યો છે.

 કલાકર હકાભા ગઢવીએ જણાવ્યું હતું કે હાલ કોરોના મહામારી સામે પી.એમ મોદીના નેતૃત્વ હેઠળ સરકાર સારું કાર્ય કરી રહી છે. અને કોરોના સામે જંગ જીતવો જ છે. તેવા નિર્ધાર સાથે સૌ કોઈ લડી રહ્યું છે. ત્યારે એક કલાકાર તરીકે તેઓ પણ દેશ માટે યોગદાન આપવા ઈચ્છી રહ્યા છે. તેમના ત્રણ બેંક ખાતા હોય જેમાં ચોક્કસ રકમ કેટલી છે તે ખ્યાલ ના હોય છતાં તેઓ પોતાના તમામ ત્રણ બેંક ખાતામાં રહેલી સઘળી રકમ અર્પણ કરી દેશે તેવું જણાવ્યું છે. તેઓ મામલતદારને રૂબરૂ મળીને કોરા ચેક લખી આપશે. અને સરકાર તેના ત્રણ ખાતામાં રહેલ તમામ રકમ લઇ શકશે. આજે જયારે દેશ માટે જીવન અને મરણનો પ્રશ્ન છે. ત્યારે નાગરિકો જીવતા રહે તે વધુ જરૂરી છે. અને સરકારને આર્થિક યોગદાન આપીને કોરોના સામેના જંગને મજબૂતીથી લડીને જીતવું છે તેવી વાત તેમણે લોક સાહિત્ય ને છાજે તેવી રીતે જણાવી હતી. તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો છે્.

(9:48 pm IST)