Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

આશીર્વાદ એજ્યુકેશનની ટ્રસ્ટની સેવા યથાવત જારી

કોરોનાની હાડમારીથી બચવા સેવા

અમદાવાદ, તા. ૨૮  :  આશીર્વાદ ફાર્મસી જે આશીર્વાદ એજ્યુકેશન ટ્રસ્ટના નામથી ઓળખાય છે તે છેલ્લા ૪૨ વર્ષથી માનવ સેવામાં સમર્પિત છે. કોરોના ની હાડમારી માં થી બચવા ર્ઙ્મર્ષ્ઠાેં દરમિયાન પણ તેની સેવાઓ ચાલુ રાખી છે. ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને વર્ષ ૨૦૧૪ થી સ્ટાન્ડર્ડ કંપનીની તમામ દવાઓ ૧૫% ડિસ્કાઉન્ટ અને જનરિક દવાઓ ઉપર ૯૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. નારણપુરા ખાતે સરદાર પટેલ કોલોની પાસે મહાદેવ નગર સોસાયટીના નાકે આશીર્વાદ ફાર્મસી કોરોના નો ચેપ ના લાગે તે માટે દર્દીઓને ફૂટના અંતરથી ઉભા રાખી, વારંવાર ઈમિગ્રેશન કરી દવાઓ વિતરણની સેવાઓ આપે છે. આશીર્વાદ ફાર્મસી ના પ્રમુખ શ્રી આર.એસ.પટેલ તેમના સ્ટાફને આવી કટોકટીમાં સેવાઓ આપવા ધન્યવાદ પાઠવે છે.

(8:35 pm IST)