Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

કોરોના : રાજ્યભરમાં લોકલ ટ્રાન્સમિશનના કેસો વધ્યા છે

આરોગ્ય વિભાગના અગ્ર સચિવની ચેતવણી : કેસોમાં પાંચમી એપ્રિલ સુધી વધારો થવાની હજુ સંભાવના ૨૨મી પહેલા ઘણા લોકો ગુજરાત આવી ચુક્યા છે : આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતિ રવિ

અમદાવાદ, તા.૨૮ : આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતિ રવિએ રાજયમાં કોરોનાના વધતા જતાં કહેર વચ્ચે મહત્વની ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં ઇન્ક્યુબેશન પરિયડ્સ ચાલુ હોવાથી કોરોના પોઝિટિવ કેસમાં વધારો થઇ શકે છે. આગામી તા. એપ્રિલ સુધી કેસમાં વધારો થાય તેવી સંભાવના છે. હાલ રાજ્યમાં લોકલ ટ્રાન્સમિશન વધ્યા છે. તા.૨૨ તારીખીથી ફ્લાઇટ બંધ છે પરંતુ પહેલા ઘણા લોકો ગુજરાતમાં આવ્યા હતા. તેથી આગામી ૧૦-૧૪ દિવસમાં કેસમાં વધારો થઇ શકે છે. હાલ કુલ ૧૯,૩૪૦ લોકો ક્વોરોન્ટાઇનમાં છે અને ક્વોરોન્ટાઇનનો સમય પૂરો થવાથી સંખ્યા ઘટશે. બીજીબાજુ, સરકારી ક્વોરોન્ટાઇનના કેસોમાં વધારો થયો છે. ૬૫૭ લોકોને સરકારી ક્વોરોન્ટાઇન કરવા પડ્યા છે.

        ડો.જયંતિ રવિએ ઉમેર્યું હતું કેઆઇસીએમઆર કે જે સર્વોચ્ચ રેગ્યુલેટરી ઓથોરિટી છે જેના પ્રોટોકોલ મુજબ કોરોનાના ટેસ્ટ થાય છે. જે મુજબ રાજ્યમાં અત્યાર સુધીમાં ૯૯૩ સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું છે, જે પૈકી ૯૩૮ સેમ્પલ નેગેટિવ આવ્યા છે, માત્ર ૫૩ કેસ પોઝિટિવ છે તેમજ બે રિપોર્ટમાં કન્ફર્મેટરી ટેસ્ટ ચાલી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં ૨૦,૧૦૩ નાગરિકોને હોમ ક્વોરેન્ટાઈનમાં રખાયા હતા તેમાં ઘટાડો થયો છે અને હવે ૧૯,૩૪૦ લોકોને હોમ ક્વોરેન્ટાઈન હેઠળ છે જ્યારે સરકારી ક્વોરેન્ટાઈનમાં ૬૫૭ લોકોને રખાયા છે. રાજ્યના ચાર મહાનગરોમાં કોવીડ-૧૯ની સ્પેશ્યલ હોસ્પિટલો કાર્યરત થઈ ગઈ છે તેમ જણાવી ડો.જયંતિ રવિએ ઉમેર્યું કે, ચારેય હોસ્પિટલમાં આઈશોલેશન વોર્ડ સહિત તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.

        હાલ સરકારીમાં ૬૬૦ અને ખાનગીમાં ૧૭૩૯ એમ કુલ મળી કુલ ૨૩૯૯ વેન્ટીલેટર્સ પણ ઉપલબ્ધ છે. ડો. રવિએ ઉમેર્યું કે, રાજ્યમાં માસ્ક અને જરૂરી દવાઓનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે એટલે નાગરિકોએ સહેજ પણ ગભરાવવાની જરૂર નથી. એન-૯૫ માસ્ક રોજના ૩૦ હજાર અને ત્રિપલ લેયર માસ્ક રોજના લાખ આવે છે. જેનું વિતરણ કરાવામાં આવી રહ્યું છે. એજ રીતે આરોગ્ય કર્મીઓ કે જેઓ પોઝિટિવ કેસની સારવાર કરી રહ્યા છે તેઓ માટે પીપીઈ કીટ (પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ) પણ ઉપલબ્ધ છે અને વધુ જથ્થો આજે વાયુસેનાના વિશેષ વિમાન દ્વારા દિલ્હીથી આવી રહ્યો છે. નાગરિકોએ આરોગ્યલક્ષી કે તબીબી સેવાઓની જરૂર હોય તો ૧૦૪ હેલ્પલાઈન તથા મેડિકલ સિવાયની અન્ય ઈમરજન્સી માટે સ્ટેટ કંટ્રોલના ૧૦૭૦ નંબર પર તથા જિલ્લા કક્ષાએ ૧૦૭૭ નંબર પર સંપર્ક કરવાનો છેઆરોગ્ય વિભાગ સાથે જોડાયેલા નિષ્ણાત તબીબો સચોટ માહિતી આપશે.

આંકડાઓ શું કહે છે....

અમદાવાદ, તા. ૨૮ : ગુજરાતમાં કોરોના વાયરસને રોકવા માટે તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ આજે ઉપયોગી માહિતી આપી હતી. આંકડાઓ શું કહે છે તે નીચે મુજબ છે.

કુલ લોકો ક્વોરોન્ટાઈનમાં

૧૯૩૪૦

સરકારી ક્વોરોન્ટાઈનમાં

૬૫૭

રાજ્યમાં સેમ્પલનું ટેસ્ટિંગ

૯૯૩

સેમ્પલ નેગેટિવ આવ્યા

૯૩૮

રાજ્યમાં પોઝિટિવ આવેલા કેસો

૫૩

રિપોર્ટ હજુ આવ્યા નથી

૦૨ ટેસ્ટ

હોમ ક્વોરોન્ટાઈનમાં રખાયા

૨૦૧૦૩

એન્ડ-૯૫ માસ રોજના

૩૦૦૦૦

ત્રિપલ લેયર માસ રોજના

લાખ

તબીબી સેવા માટે હેલ્પલાઈન

૧૦૪

અન્ય ઈમરજન્સી માટે કન્ટ્રોલ

૧૦૭૦

જિલ્લા કક્ષાએ નંબર

૧૦૭૭

(8:33 pm IST)