Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

રાજ્યમાં વધુ બે કોરોના પોઝિટિવ કેસ: પોઝિટિવ કેસનો આંકડો 55એ પહોંચ્યો

ગીર સોમનાથ ઉપરાંત ગાંધીનગરના એક વ્યક્તિનો પણ કેસ પોઝિટિવ :72 કેસ નો રિપોર્ટ આવ્યો નેગેટિવ

ગાંધીનગરઃ ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાના 8 પોઝિટિવ કેસ સામે આવ્યાં છે, ગીર સોમનાથમાં મક્કાથી આવેલા એક વ્યક્તિ કોરોના પોઝિટિવ આવ્યાં છે, તેમને હોસ્પિટલમાં સારવાર થઇ રહી છે, મહેસાણામાં 1 વ્યક્તિ કોરોના પોઝિટિવ થયા છે, અમદાવાદમાં 3 વડોદરામાં 1, ગાંધીનગરમાં 1 વ્યક્તિને ચેપ લાગ્યો છે, અને નવસારીમાં 1 પોઝિટિવ કેસ નોંધાયો છે.

હવે અમદાવાદમાં 18, ગાંધીનગરમાં 9, રાજકોટમાં 8, વડોદરામાં 9, ગીર સોમનાથમાં 1, ભાવનગરમાં 1, કચ્છમાં 1, મહેસાણામાં 1 અને નવસારીમાં 1 કેસ નોંધાયા છે, જેમાંથી 4 લોકોનાં મોત થયા છે અને 3 લોકો રિકવર થયા છે.

આરોગ્ય કમિશનર જયંતિ રવિએ જણાવ્યું છે કે 55માંથી 28 લોકો વિદેશ પ્રવાસ કરીને આવ્યાં હતા, બાકીના સ્થાનિક લોકો ચેપગ્રસ્ત થયા છે.

(8:25 pm IST)