Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

કોરોનાના કારણોસર મોબાઈલમાં ગુચવાયેલ યુવાનિયાઓ દેશી રમત રમવા તરફ ધકેલાયા

સુરત:કોરોનાના કારણે સુરત સહિત સમગ્ર વિશ્વમાં કાળો કેર વર્તાઈ રહ્યો છેત્યારે લોક ડાઉમાં રહેલા યંગસ્ટર્સ લુપ્ત થઈ ગયેલી દેશી રમત તરફ વળી રહ્યા છે. લોક ડાઉના કારણે લોકો બહાર નિકળી નથી શકતાં હોવાથી મોબાઈલ- ટીવીથી કંટાળેલા યંગસ્ટર્સ ભાગ્યે જોવા મળતી રમત રમી રહ્યાં છે. બાળકોને પોતાના સમયની દેશી રમત રમતા જોઈને વાલીઓમાં પણ સુખદ આશ્ચર્ય થઈ રહ્યું છે.

કોરોનાના કારણે સુરત સહિત સમગ્ર ભારતની સ્થિતિ નાજુક હોવાથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર ભારત દેશમાં 21 દિવસનો લોક ડાઉન જાહેર કર્યુ છે. શરૂઆતના એકાદ બે દિવસ તેના પાલનમાં થોડી ઢીલાસ હતી પરંતુ હવે ચુસ્ત પાલન થતું હોવાથી બાળકો અને યંગસ્ટર્સ ઘરની બહાર નિકળતાં નથી. મોબાઈલ અને ટીવીથી હવે કંટાળી ગયાં હોવાથી દેશી રમતને અપનાવી રહ્યાં છે.

(5:39 pm IST)