Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

વડોદરામાં વધુ એક કોરોનાનો પોજીટીવ કેસ આવતા લોકોમાં ભયનો માહોલ:એક યુવતીનું મૃત્યુ

વડોદરા: શહેરમાં એસએસજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કોરોના શંકાસ્પદ મહિલા દર્દીનું આજે મોત થયું હતું. ઉપરાંત ગોત્રી હોસ્પિટલમાં દાખલ નડિયાદના વિપુલ પટેલને કોરોના પોઝિટિવ હોવાનું નિદાન થયું છે. તે સાથે વડોદરામાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક નવ થયો છે.

પાદરા તાલુકાના ડબકા ગામની સીતારા આરીફ પઠાણ નામની 35 વર્ષની યુવતીને કોરોનાના લક્ષણ સાથે દાખલ કરવામાં આવી હતી. તેનું આજે સારવાર દરમિયાન મોત થયું હતું. જોકે તેનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. બીજી તરફ ગોત્રી હોસ્પિટલમાં બે દિવસ પહેલા નડિયાદના નિખીલ પટેલનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ શુક્રવારે રાત્રે નિખીલ પટેલના મિત્ર વિપુલ પટેલને પણ કોરોના પોઝિટિવ હોવાથી ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

(5:37 pm IST)