Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

વડોદરામાં લોકડાઉનનો અમલ કરવા જુદા જુદા વિસ્તારોમાં ડ્રોન કેમેરા ગોઠવવામાં આવ્યા:સીસીટીવીના આધારે 13ની ધરપકડ

વડોદરા: શહેરના જુદા જુદા વિસ્તારોમાં લોકડાઉનનો અમલ કરાવવા માટે જુદા જુદા વિસ્તારોમાં ડ્રોન કેમેરા અને ઠેકઠેકાણે મુકાયેલા સીસીટીવી કેમેરા મારફતે સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. જેના આધારે આજે પોલીસે 13 લોકોની ધરપકડ કરી છે.

વડોદરા શહેરમાં સોસાયટીઓ અને મહોલ્લા વિસ્તારોમાં લોક ડાઉન અસર ઓછી દેખાતા પોલીસે કોઈપણ કારણ વગર બહાર ફરવા નીકળતા લોકોની તેમજ ક્રિકેટ રમતા અને ટોળટપ્પા કરતા લોકોની ધરપકડ કરવાનું શરૂ કર્યું છે.

(5:36 pm IST)