Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

હરિદ્વારમાં અટવાયેલા ૧૮૦૦ જેટલા ગુજરાતીઓ સાંજ સુધીમાં ગુજરાતમાં

સરકારે લાવવાની વ્યવસ્થા કરી : સી.એમ. ફંડમાં ૧ર કરોડ આવ્યા

ગાંધીનગર, તા. ર૯ : આજે મુખ્યમંત્રીના સચિવશ્રી અશ્વિનીકુમારે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હરિદ્વાર ખાતે ગુજરાતના જે ૧૮૦૦ જેટલા લોકો ત્યાં છે તેમને બને તેટલી ઝડપથી ગુજરાત પરત લાવવામાં આવશે.

ગુજરાતના જે યાત્રિકો હરિદ્વાર ગયા છે અને ત્યાર બાદ આ કોરોનાની થયેલી પરિસ્થિતિને કારણે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતના મોટાભાગના યાત્રિકો છે અને તેમને રાજય સરકારના પ્રયત્નોથી ગુજરાત તાત્કાલીક સહી સલામત સ્થળે પહોંચાડવામાં આવે તેવી વ્યવસ્થા સરકારે કરી દીધી છે.

એક બીજી અગત્યની વાત કરતા તેમણે જણાવ્યું કે રાજયમાં જીવનજરૂરી ચીજવસ્તુ પૂરતા પ્રમાણમાં છે અને લોકોએ દોડધામ કરવાની જરૂર નથી. રાજય સરકાર તમામ પ્રયત્નો કરી રહી છે. પ્રજાએ માત્ર સહકાર આપવાની જરૂર છે. આઇસોલેશન વોર્ડમાં ટીવીની સુવિધા અપાશે. સી.એમ. રાહત ફંડમાં અત્યાર સુધીમાં પર૯૦ લોકોએ ૧ર.પ કરોડ રૂ. આપ્યા છે.

રાજયના નાગરિકોને સરકારની માર્ગદર્શીકાનું પાલન કરવા અને ખોટી અફવાથી દૂર રહેવાની અપીલ કરી છે. એલ.જી. કંપની તરફથી ટીવી, ફ્રઝ, એ.સી. આપવામાં આવશે. જાણીતા અદાણી ગ્રુપના પ્રિતિબેન તરફથી પ કરોડ અને અન્ય સંસ્થાઓ તરફથી દાનનો પ્રવાહ અવિરત ચાલુ છે.

અંદાજે ૧૮૦૦ લોકોને આજે રોડી સાંજ સુધી ગુજરાત આપવામાં આવશે. આ તમમની શારીરક ચકાસણી કરવામાં આવશે.

(4:27 pm IST)