Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

ગુજરાતમાં ૨૩૯૯ વેન્ટીલેટર્સ ઉપલબ્ધ

અમદાવાદ,તા.૨૮: ડો. રવિએ કહ્યું હતું કે રાજયમાં કોરોનાનું સંક્રમણ અટકે એ માટે આરોગ્ય સેનાનીઓ દ્વારા હોમ ટુ હોમ અને ટેલિફોનિક સર્વેલન્સ-ટ્રેકિંગ કરવામાં આવી રહ્યું છે જે સંદર્ભે ૪ કરોડથી વધુ નાગરિકોને આવરી લેવાયા છે અને જેમાં તાવ, ઉધરસ કે અન્ય લક્ષણો જણાય તો સામેથી કોન્ટેક કરીને તેમને સારવાર પૂરી પાડવામાં આવી રહી છે.

રાજયના ચાર મહાનગરોમાં કોવીડ-૧૯ની સ્પેશ્યલ હોસ્પિટલો કાર્યરત થઈ ગઈ છે તેમ જણાવી ડૉ. જયંતિ રવિએ ઉમેર્યું છે કે, આ ચારેય હોસ્પિટલમાં આઈશોલેશન વોર્ડ સહિત તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. હાલ સરકારીમાં ૬૬૦ અને ખાનગીમાં ૧૭૩૯ એમ કુલ મળી કુલ ૨૩૯૯ વેન્ટીલેટર્સ પણ ઉપલબ્ધ છે.

(3:58 pm IST)