Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

સુરતના કોર્પોરેટર નિલેષભાઇ કુંભાણી દ્વારા ફાર્મ હાઉસમાં રસોડુ શરૂ

બાબરાઃ અમરેલી જીલ્લા ના વતની સુરત મહાનગર પાલિકા કોરપોરેટર નિલેષભાઇ કુંભાણી દ્વારા પોતાના સ્વખર્ચે આગેવાનો અને સેવાભાવી સંસ્થાઓની સાથે રાખી સુરત ખાતેના પોતાના ફાર્મ હાઉસ ખાતે રસોડું ઊભું કરીને સુરતના પુના, યોગીચોક ,સરથાણા, વરાછા, કામરેજ લસકાણા, સીમાડા, ટોલનાકા, અને અન્ય વિસ્તારમાં પહોંચી શકાય. ત્યાં સુધી ગરીબ માણસો ભોજનની વ્યવસ્થા નથી કરી શકતા એવા પરિવારના ઘરો ગોતી ગોતી હાઇવે રોડ પર ફુટપાથ પર રહેતા લોકો ને દરરોજ સવારે ચા નાસ્તો અને બપોરે અને રાત્રે ભોજન ની વ્યવસ્થા કરાય છે. પોતાના ફાર્મ હાઉસ ખાતે સંપૂર્ણ પોતાના ખર્ચે ભોજનની તમામ વ્યવસ્થાઓ કરી છે. ઉમદા કાર્યને ઠેર-ઠેરથી અભિનંદન મળી રહ્યા છે. તેમજ અમરેલી જિલ્લાના યુવાનો દ્વારા પણ અભિનંદન પાઠવ્યા હતા.જયાં સુધી સમગ્ર દેશમાં લોક ડાઉન છે ત્યાં સુધી હું આ ભોજન વ્યવસાય ગરીબો માટે ચાલુ રાખીશ.

(1:16 pm IST)