Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

સરકારીમાં 660 અને ખાનગીમાં 1739 મળી કુલ 2399 વેન્ટીલેટર્સ રાજ્યમાં છે ઉપલબ્ધ

ચારેય મહાનગરની હોસ્પિટલમાં આઈશોલેશન વોર્ડ સહિત તમામ તૈયારીઓ પૂર્ણ

અમદાવાદ : ડો. રવિએ કહ્યું હતું કે  રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકે એ માટે આરોગ્ય સેનાનીઓ દ્વારા હોમ ટુ હોમ અને ટેલિફોનિક સર્વેલન્સ-ટ્રેકિંગ કરવામાં આવી રહ્યું છે જે સંદર્ભે 4 કરોડથી વધુ નાગરિકોને આવરી લેવાયા છે અને જેમાં તાવ, ઉધરસ કે અન્ય લક્ષણો જણાય તો સામેથી કોન્ટેક કરીને તેમને સારવાર પૂરી પાડવામાં આવી રહી છે.

 રાજ્યના ચાર મહાનગરોમાં કોવીડ-19ની સ્પેશ્યલ હોસ્પિટલો કાર્યરત થઈ ગઈ છે તેમ જણાવી ડૉ. જયંતિ રવિએ ઉમેર્યું છે કે, આ ચારેય હોસ્પિટલમાં આઈશોલેશન વોર્ડ સહિત તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. હાલ સરકારીમાં 660 અને ખાનગીમાં 1739 એમ કુલ મળી કુલ 2399 વેન્ટીલેટર્સ પણ ઉપલબ્ધ છે

(1:09 pm IST)