Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

સુરતના બિલ્ડરે કહ્યું --મારી 5 બિલ્ડિંગમાં 200 રૂમો છે : એમાં બનાવી દયો કોરોના દર્દીઓ માટે હોસ્પિટલ

બિલ્ડર પ્રવીણ ભાલાળાએ કહ્યું મારી વેલંજા ખાતેની કન્ટ્રક્શન સાઈટ પર પાંચ બિલ્ડિંગો તૈયાર; તેમાં 200થી વધારે ફ્લેટ છે

સુરત : ગુજરાત કોરોના વાયરસના ત્રીજા તબક્કામાં પ્રવેશી ચૂક્યુ છે ત્યારે કોરના પોઝિટિવ કેસની સંખ્યા વધવાની આશંકા સેવાઈ રહી છે , સુરતના બિલ્ડરે પોતાની તૈયાર બિલ્ડિંગમાં કોરોનાની હોસ્પિટલ બનાવવાની ઓફર મૂકી દીધી છે. આ ઘડીમાં બનતી મદદ કરવા આ સુરતના બિલ્ડરનો વીડિયો વાયરલ થયો છે.

   ગુજરાતમાં કોરનાના સંકટને પહોંચી વળવા લોકો દિલ ખોલીને દાન આપી રહ્યા છે. ત્યારે આ સુરતના બિલ્ડર પ્રવિણ ભાલાળાએ પોતાની તૈયાર બિલ્ડિંગોમાં કોરોના માટે ઉપયોગમાં લેવાની વાત કરી છે.મારી વેલંજા ખાતેની કન્ટ્રક્શન સાઈટ પર પાંચ બિલ્ડિંગો તૈયાર છે. તેમાં 200થી વધારે ફ્લેટ છે એટલે કે તેમાં સરકાર ઈચ્છે તો 400 બેડની હંગામી ધોરણે કોરોના માટે સ્પેશિયલ હોસ્પિટલ બનાવી શકે છે. આ અંગે મેં આરોગ્ય મંત્રી કુમાર કાનાણી અને ધારાસભ્યો ઝાલાવાડિયા અને હર્ષ સંઘવીને પણ વોટ્સએપના માધ્યમથી આ અંગે રજૂઆત કરી છે.

(1:00 pm IST)