Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

અરવલ્લી : લોકડાઉનનનો ભંગ કરનાર ૧૦૦થી વધારે વાહનો ડિટેઈન કરાયા

ટોળાવળી બેસી રહેતા લોકો સામે પણ કાયદાકીય કાર્યવાહી

અરવલ્લી : લોકડાઉનના અમલ માટે અરવલ્લી જિલ્લા પોલીસતંત્રને લાલ આંખ કરવાની ફરજ પડી છે. શુક્રવારના રોજ જીલ્લા પોલીસવડા મયુર પાટીલ મોડાસા ચાર રસ્તા પર અનેક કલાકો ઉભા રહી વાહનચાલકોને કાયદાનો પાઠ ભણાવ્યો હતો અરવલ્લી જિલ્લા પોલીસે કામ વગર બહાર નિકળતા ૧૦૦ જેટલા વાહનો ડિટેઈન કર્યા હતા. તેમજ ટોળાવળી બેસી રહેતા લોકો સામે પણ કાયદાકીય કાર્યવાહી હાથ ધરાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

(11:24 am IST)