Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

અમદાવાદ પોલીસે માનવતા મહેકાવી : વાતાવરણમાં ઠંડક થતા પોલીસે રસ્તા પર ઊંઘી રહેલા લોકોને ધાબળા વહેંચ્યા

કેટલાક પરિવારોને પોલીસ જમવાનું ઉપરાંત અનાજની કિટ પણ આપી રહી છે

અમદાવાદ : કોરોના વાયરસે રાજ્યમાં ભરડો લીધો છે ત્યારે પોલીસ  ખડેપગે રહીને લોકોની મદદ કરી રહી છે. લૉકડાઉનની સ્થિતિમાં પોલીસ પોતાના જીવ કે પરિવારની ચિંતા કાર્ય વગર રાત દિવસ ખડેપગે રહીને લૉકડાઉનનો  કડક અમલ થાય તેવા પ્રયાસો કરી રહી છે.

   સાથે પોલીસ જરૂરિયાતમંદ લોકોની  ચિંતા કરી રહી છે. અનેક પરિવાર એવા છે કે જે રોજ કમાઈને રોજ ખાતા હોય છે. આવા પરિવારોને પોલીસ જમવાનું ઉપરાંત અનાજની કિટ પણ આપી રહી છે

   બે દિવસથી વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદ થતાં જ રાત્રે વાતાવરણમાં ઠંડક જોવા મળે છે. આ પરિસ્થિતિમાં ખડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.એસ.આઈ એમ.બી.વિરજાને રસ્તા પર ઊંઘી રહેલા લોકોની ચિંતા થઈ હતી .

(11:23 am IST)