Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

પાળીયાદની વિસામણબાપુની જગ્યાના મંહત દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં 5 લાખની સહાય

મહંત મહામંડલેશ્વર તરફથી પાંચ લાખનો ચેક આપ્યો :બોટાદ જિલ્લા માટે 250 મણ ઘઉં અને ચોખા આપવાની જાહેરાત

બોટાદ : કોરોના વાયરસને લઈને દેશભરમાં લોકડાઉન જાહેર કરાયું છે. આ મહામારીના સમયે અનેક સામાજીક સંસ્થાઓ દ્વારા અલગ-અલગ પ્રકારથી સેવાઓ કરવામાં આવી રહી છે. ત્યારે બોટાદ જિલ્લાના પાળીયાદ ગામમાં આવેલા ઐતિહાસિક વિસામણબાપુની જગ્યાના મહંત મહામંડલેશ્વર પૂજય નિર્મળાબા તરફથી પાંચ લાખનું દાન મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવામાં આપ્યું છે

   મહામંડલેશ્વર નિર્મળાબા તરફથી પાંચ લાખનો ચેક જિલ્લા કલેકટરને આપવામાં આવ્યો છે. આ સાથે પાળિયાદની વિસામણબાપુની જગ્યા તરફથી બોટાદ જિલ્લામાં લોકો માટે જમવાની વ્યવસ્થા ભાગ રૂપે 250 મણ ઘઉં અને 250 મણ ચોખા આપવાની જાહેરાત કરાઇ છે. 

(10:05 am IST)