Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

કોરોનાના કહેર વચ્ચે ઇડર નજીક ડુંગર પરથી ત્યજી દેવાયેલી નવજાત મળી : બાળકીને બચાવી લેવાઈ

સાબરકાંઠા :  ગુજરાત સહીત દેશમાં કોરોના વાયરસની દહેશત વચ્ચે ઉત્તર ગુજરાતના ઈડરના ગોલવાડા ગામે ડુંગર પરથી નવજાત બાળકી મળી આવતા હાહાકર મચી ગયો છે. કોરોના વાયરસની દહેશત વચ્ચે એક નિષ્ઠુર માતા તેની નવજાતને મરવા માટે છોડી ગઈ હતી પરંતુ રડતી બાળકીનો અવાજ સાંભળતાની સાથે જ સ્થાનિકો ત્યાં દોડી ગયા હતા અને આ નવજાતને બચાવી લેવાઈ હતી.

 આ અંગે મળતી વિગત મુજબ ઈડરના ગોલવાડા ગામની સીમમાં ડુંગરના અંદરના ભાગે ત્યાથી પસાર થયેલ એક વ્યક્તિએ રડવાનો અવાજ સાંભળ્યો અને જોયું તો એક ફુલ જેવી નાનકડી બાળકી જે ગાંડા બાવળ વચ્ચે રૂમાલમાં વીંટીને તરછોડાઈ હતી ત્યાર બાદ ગામના સરપંચ અને અગ્રણી ને જાણ કરતા લોકો ઘટના સ્થળે પહોચી પોલીસ અને 108 ને જાણ કરવામાં આવી હતી.
108 ના મેનેજરે જયમિત પટેલે જણાવ્યુ કે સરપંચ દ્રારા 108માં જાણ કરવામાં આવી હતી અને ઈડર 108ના ભુમિબેન,અને પાઈલોટ ઈમ્તિયાઝભાઈ ગોલવાડા ગામે જઈ બાળકીને લઈને આવ્યા હતા.અને સી એચ સી ઈડર ખસેડાઈ હતી.આમ તો આ બાળકી હાલ તો સ્વસ્થ છે જીવતો બચી ગયો છે ત્યારે આ દિશામાં હવે પોલીસ પણ તપાસ હાથ ધરીને યોગ્ય કાર્યવાહી કરશે

(11:29 pm IST)