Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

અંતે મેડીકલ પ્રવેશ માટેની NEET પોસ્‍ટપોન્‍ડ

પરિસ્‍થિતિને અનુરૂપ મે મહિનાના છેલ્‍લા અઠવાડીયામાં યોજાવાની શકયતા : નવી ચોક્કસ તારીખ હવે પછી જાહેર થશે : અેડમીટ કાર્ડ ૧પ અેપ્રિલ-ર૦ર૦ પછી ડાઉનલોડ થશે : NTA ના ડાયરેકટર જનરલ દ્વારા આજે મોડી સાંજે જાહેરાત કરવામાં આવી

રાજકોટ, તા. ર૭ : ધોરણ-૧ર સાયન્‍સ (બી-ગ્રુપ) પછી મેડીકલમાં પ્રવેશ મેળવવા માટે સમગ્ર દેશમાં યોજાતી નેશનલ અેલિજીબિલિટી કમ અેન્‍ટ્રન્‍સ ટેસ્‍ટ (NEET) (UG) અંતે પોસ્‍ટપોન્‍ડ કરવામાં આવી છે. NTA (નેશનલ ટેસ્‍ટીંગ અેજન્‍સી) દ્વારા તા. ૩ મે, ર૦ર૦ના રોજ NEET યોજવાનું નકકી કરવામાં આવ્‍યું હતું.

આજે સાંજે નેશનલ ટેસ્‍ટીંગ અેજન્‍સી-NTA ના ડાયરેકટર જનરલ ડો. વિનિત જોષીની સહિથી પ્રસિધ્‍ધ કરવામાં આવેલ પબ્‍લીક નોટીસમાં જણાવાયું છે કે કોરોના COVID-19 મહામારી સંદર્ભે-૩ મે, ર૦ર૦ના રોજ યોજાનાર NEET (UG)  પોસ્‍ટપોન્‍ડ કરવામાં આવે છે. નવી ચોક્કસ તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે તથા આજે ર૭ માર્ચના રોજ વિદ્યાર્થીઓના અેડમીટ કાર્ડ ડાઉનલોડ નથી થયા તે પરિસ્‍થિતિને અનુરૂપ તા. ૧પ, અેપ્રિલ ર૦ર૦ પછી ડાઉનલોડ થવાની નવી તારીખ જાહેર કરવામાં આવશે. જો પરિસ્‍થિતિ સામાન્‍ય થઇ જશે તો NEET (UG) મે મહિનાના છેલ્‍લા અઠવાડીયામાં યોજાવાની શકયતા હોવાનું પબ્‍લીક નોટીસમાં NTA દ્વારા જણાવાયું છે. પરીક્ષા સંદર્ભે લાગુ પડતા કેન્‍દ્ર સરકારના વિભાગો (મિનિસ્‍ટ્રી) તથા પરીક્ષા બોર્ડે પણ હાલની કોરોનાગ્રસ્‍ત પરિસ્‍થિતિને કારણે પરીક્ષાની તારીખમાં ફેરફારની તરફેણ કરી હોવાનું જાણવા મળે છે.

NTA દ્વારા વિદ્યાર્થીઓ તથા વાલીઓને NEET સંદર્ભે કોઇપણ જાતની ચિંતા ન કરવાની અપીલ કરવામાં આવી છે અને જીવનની અતિ મહત્‍વની ગણાતી આ પરીક્ષાની તૈયારીમાં જ ધ્‍યાન આપવા વિદ્યાર્થીઓને જણાવાયું છે. કોઇપણ જાતની લેટેસ્‍ટ ઇન્‍ફર્મેશન (અપડેટસ) વિદ્યાર્થીઓને તેઓના રજીસ્‍ટર્ડ મોબાઇલ નંબર કે પછી મેઇલ આઇડી ઉપર મોકલી આપવામાં આવશે.

ઉપરાંત કોઇપણ જાતની પુછપરછ કે જાણકારી માટે NTA-NEET ની વેબસાઇટસ www.ntaneet.nic.in  તથા www.nta.ac.in  ઉપરથી પણ લેટેસ્‍ટ ઇન્‍ફર્મેશન મેળવી શકાય છે. સાથે-સાથે મોબાઇલ નંબર ૮૭૦૦૦ ર૮પ૧ર, ૮૧૭૮૩ પ૯૮૪પ, ૯૬પ૦૧ ૭૩૬૬૮, ૯પ૯૯૬ ૭૬૯પ૩ તથા ૮૮૮ર૩ પ૬૮૦૩ ઉપર પણ પુછપરછ કરી શકાય. છે. સમગ્ર દેશમાં દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ NEET (UG) આપતા હોય છે.

 

(10:31 pm IST)