Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

નર્મદા જિલ્લામાં નોવેલ કોરોના વાયરસના જાહેરનામાનો ભંગ ક૨ના૨ ૭ વ્યક્તિની અટકાયત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા પોલીસ અધિક્ષક હિમકર સિંહ તરફથી જીલ્લામાં બનતા નોવેલ કોરોના વાય૨સ ફેલાવ અટકાવવા સારૂ જીલ્લા કલેકટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ નર્મદા ત૨ફથી બહા૨ પાડવામાં આવેલ જાહેરનામાંનો ભંગ ક૨તા ૭ વ્યક્તિઓની અટક કરવામાં આવી છે.

 રાજપીપળા સહિત જિલ્લાના દરેક તાલુકામાં પોલીસ લોકોને સમજાવી કામ વગર બહાર ન નીકળવાનું જણાવતી હોવા છતાં જાહેરનામાંને ગંભીરતાથી ન લેનારા અમુક વ્યક્તિઓ સામે પોલીસે કડક કાર્યવાહી કરી હતી.જેમાં ૭ બિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર પગલા લીધા.

 એક દિવસના જનતા કરફ્યુ બાદ લોકડાઉન જાહેર થયું,અન્ય જિલ્લાઓ કરતા નર્મદા પોલીસે લોકોના ભલા માટે થોડી છૂટછાટ મૂકી જેથી કોઈને ખાસ તકલીફ ન પડે પરંતુ જાહેરનામું હોવા છતાં બેફામ લટાર મારવા બાઇકો લઈ ફરતા કે એકઠા થતા લોકોને વારંવાર સમજાવવા છતાં નહિ સુધરતા લોકો વિરુદ્ધ પોલીસે લાલ આંખ કરી કાયદાનો અમલ કરી પગલાં લીધા હતા.

(9:43 pm IST)