Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

નર્મદા જિલ્લામાં મધરાત્રે વીજળીના કડાકા સાથે વરસાદી ઝાપટું : ગરમીમાં રાહત પણ ખેતીને નુકસાન

કેટલીક જગ્યાએ કરા પણ પડ્યા હોય,લોકોમાં બરફના ગાંગડા જેવા વરસાદી કરા જોઈ કુતુહલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :હવામાન વિભાગની આગાહીને પગલે નર્મદા જિલ્લામાં પણ ગત રાત્રીના અચાનક વાતવરણમાં પલટો આવ્યો હતો  મધ્ય રાત્રીના લગભગ 2.30 કલાકે વીજળીના કડાકા સાથે જોરદાર એક કલાક વરસાદ પડ્યો બાદ સવાર સુધી અમી છાંટણા પડતા રહ્યા.સમગ્ર નર્મદા પંથકમાં એક શીતની લહેર પ્રસરી ગઈ હતી. જોકે વરસાદ પડતા વીજળી ડૂલ થઇ ગઈ હતી.
 ચૈત્ર મહિનામાં ભારે ગરમી હોય એમાં અચાનક કમોસમી  વરસાદ ને પગલે બહાર અને ધાબાપર સુતા રહીશોમાં ભાગદોળ મચી હતી. સવારની ગરમીમાં ઠંડી એ જોર પકડ્યું હતું અને ગરમીમાં રાહત થઈ હતી. પરંતુ બીજી તરફ ઉનાળામાં વરસાદ પડતાં કેટલાક પકોને નુકસાન થવાની પણ શક્યતા હોય એક તરફ લોકડાઉન ના કારણે ખેડૂતો ના તૈયાર પાક બહાર જઈ શકતો નથી ત્યારે આવા કમોસમી વરસાદમાં ધરતીપુત્રો ની હાલત ખરાબ થઈ છે.

(9:34 pm IST)