Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

નર્મદા જિલ્લાના ૩ સરકારી કર્મચારીઓએ કોરોના માટે મુખ્યમંત્રી રાહત ફંડમાં પોતાના પગારમાંથી યોગદાન આપ્યું

સરકારી વકીલ જીતેન્દ્રસિંહ ગોહિલ,પ્રવીણભાઈ પરમાર અને વન વિભાગના દિવ્યેશભાઈ ગાંધીએ આ વૈશ્વિક મહામારી માટે પોતાનું યોગદાન આપ્યુ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલ વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસની વૈશ્વિક મહામારીમાં લોકો ભાંગી પડ્યા છે ધંધા રોજગાર અટકીગયા હોય લાખો લોકો રોજી રોટી વગર અટવાઈ ગયા છે કામ ધંધા બંધ થતાં લોકોએ વતનની વાટ પકડી છે પરંતુ ત્યાં પણ પરિવારની જવાબદારી હોય ત્યારે શુ કરવુ કેવી રીતે જીવવું એ પ્રશ્ન પણ લોકોને સતાવી રહ્યો હોય ત્યારે દરેક જિલ્લાઓમાં કેટલીક સેવાભાવી સંસ્થાઓ,કેટલાક સેવાભાવી વ્યક્તિઓ ફૂડ પેકેટ વિતરણ સહિત અનેક પ્રકારની સેવામાં જોતરાયા છે

 આવા સમયે નર્મદા જિલ્લા ના ૨ સરકારી વકીલોમાં જીતેન્દ્રસિંહ ગોહિલ, પ્રવીણ ભાઈ પરમારે વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસની વૈશ્વિક મહામારી માટે મુખ્યમંત્રી રાહત ફંડમાં પોતાનો એક મહિનાનો પગાર આપ્યો જ્યારે વન વિભગના દિવ્યેશભાઈ ગાંધીએ તેમનો એક દિવસનો પગાર આપી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

(9:29 pm IST)