Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

વરઘોડામાં નાચતી વખતે ઘોડી અડવાના મુદ્દે યુવકને ફટકાર્યો

અમદાવાદના બાપુનગર વિસ્તારની ઘટના : બગી ચલાવનાર યુવકને માર મારતા પોલીસ ફરિયાદ, લોખંડનો પાઈપ છુટ્ટો મારતા હોસ્પિટલમાં ઘૂસી ગયો

અમદાવાદ,તા.૨૮ : અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાંવરઘોડામાં નાચતી વખતે ઘોડી અડવાના મુદ્દે યુવકને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ ઘોડાની બગી ચલાવનાર યુવકને વરઘોડામાં નાચતી વખતે ઘોડી અડાવવા મુદ્દે તકરાર થઈ હતી. જેની અદાવત રાખીને યુવકોએ તેને દોડાવી-દોડાવીને માર માર્યો હતો. સમગ્ર ઘટના અંગે બાપુનગર પોલીસે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મીડિયા રિપોર્ટ મુજબ બાપુનગરમાં જજ સાહેબની ચાલીમાં રહેતો ૨૨ વર્ષીય હિતેશ પટણી ધોડા બગીની ગાડી ચલાવવાનું કામ કરે છે. ગુરુવારે રાત્રે હિતેશ તેના શેઠ વિજય સોલંકી, કલ્પેશ પટણી, સંજય સોલકી, મિતેશ, મિતેશ દંતાની, કાલુ મારવાડી, ફેઝાન રજત અને આકાશ સાથે હતો. આ દરમિયાન હિતેશને કલ્પેશભાઈએ જણાવ્યું કે, ગઈકાલે તું તેમની સાથે વરઘોડામાં નાચતો હતો ત્યાં યડ્ડાને તારી સાથે ઘોડી અડાવાની બાબતે બોલાચાલી થઈ હતી ને? હવે આ બાબતે કઈ બોલીશ નહીં અને સમાધાન કરી લે. કલ્પેશભાઈના કહેવા પર હિતેશે સમાધાન કરવા માટે હા પાડી હતી અને થોડી વાર પછી ચડ્ડો પટણી અને રવિ લંગડો ત્યાં આવ્યા હતા અને સાથે ભપ્પુ અને રવિ પટણી પણ તેમની સાથે હતા. ચારેય જણા રિક્ષામાં લોખંડનો પાઈપ, સાંકળ અને ઘોડે બાંધવાનો ખિલ્લો જેવા હથિયારો સાથે લઈને આવ્યા હતા. તેઓએ હિતેશ સાથે બોલાચાલી કરવા લાગ્યા અને બહુ ચરબી ચઢી છે કહીને હુમલો કર્યો હતો. જેથી હિતેશભાઈ ત્યાંથી ભાગવા લાગ્યા હતા ત્યારે એક શખ્સે લોખંડનો પાઈપ છુટ્ટો મારતા હિતેશ દોડીને શારદાબેન હોસ્પિટલમાં ઘૂસી ગયો હતો અને બાપુનગર પોલીસને જાણ કરતા કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આ મામલે બાપુનગર પોલીસે ચડ્ડો, રવિ ઉર્ફે લંગડો, રવિ પટણી અને ભપ્પુ નામના શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

(7:23 pm IST)
  • દેશમાં કોરોનાના સતત વધતા કેસથી ચિંતા :એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 15,614 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,11,12,056 થઇ :એક્ટિવ કેસ 1,65,715 થયા: વધુ 11,291 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,07,84,568 થયા :વધુ 108 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,57,195 થયા access_time 12:00 am IST

  • મહારાષ્ટ્રમાં કોરોનાએ ફૂફાડો માર્યો : સતત ચોથા હજારથી વધારે નવા કેસ નોંધાતા તંત્રમાં દોડધામ : વધુ 51 દર્દીઓનો કોરોનાએ જીવ લીધો :મહારષ્ટ્રમાં કુલ મૃત્યુઆંક 52 હજારને પાર પહોંચ્યો : અનેક જિલ્લામાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો access_time 12:47 am IST

  • સાંજે 4.30 વાગ્યા સુધીમાં રાજ્યની 231 તાલુકા પંચાયતમાં 51.73 ટકા, 31 જિલ્લા પંચાયતમાં 49.92 ટકા અને 81 નગરપાલિકામાં 34.81 ટકા મતદાન થયું. access_time 5:03 pm IST